તેમ છતાં દલખાણીયા અને જસાધાર રેન્જમાં છેલ્લા એક મહિનામાં 23 સિંહોનાં મૃત્યુ થઈ ગયા અને રાજય સરકાર તપાસ શરૂ છે કોઈને છોડવામાં નહીં આવે તેવી ગુલબાંગો ફેંકી રહી છે. ત્યારે દલખાણીયા રેન્જનાં રેન્જ ફોરેસ્ટ અધિકારી –આર.એફ.ઓ. બી. બી. વાળા ફોરેસ્ટરની લાયકાત ધરાવતાં હોવા છતાં તેમને આઈ.એફ.ઓ.ની જગ્યાએ નિયુક્ત કરીને સરકારે જવાબદારી સોંપી છે. વાળા માટે એવું કહેવાય છે કે જ્યાં આર.એફ.ઓ.ની જગાયા ખાલી હોય ત્યાં જ તે નોકરી કરે છે. તેઓ જંગલ ખાતાના અધિકારીઓના માનિતા છે. આગાઉ પણ ખાંભા તુલસીશામ રેન્જમાં ઈન્ચાર્જ આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જ્યાં તેઓ વિવાદમાં રહ્યા હતા.
બી. બી. વાળા જંગલમાં કાયમ બંદૂક લઈને જ રખડતાં રહે છે. બંદૂક સાથેના તેઓ ફોટો પણ સોશિયલ મિડિયામાં મૂકે છે. મોંઘી કાર પણ ધરાવે છે. તેઓ ક્રિકેટનો શોખ ધરાવે છે. ચાલુ નોકરીએ પણ ક્રિકેટ રમી શકે છે.
તેમના વિસ્તારમાં સિંહને જાળવવાની પ્રથમ જવાબદારી વાળાની છે. સિંહના મૃત્યું થાય તો તેમની પ્રથમ જવાબદારી બને છે. વન વિસ્તારમાં ગેરકાયદેસર લાયન-શો બંધ કરાવવામાં વનમંત્રી વસાવા સદંતર નિષ્ફળ નિવડયા છે અને ગેરકાયદેસર લાયન-શોનાં કારણે જ સિંહોનાં મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે.
સિંહોની સુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહૃાો છે. વનકર્મીઓ અનેઅધિકારીઓને તગડો પગાર, તમામ સુખ-સુવિધા પાછળ જનતાનાં પરસેવાનાં પૈસા ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ સિંહોની સુરક્ષા ન થાય તો તમામ અધિકારીઓની જવાબદારી નકકી કરીને તેની સામે પગલાં ભરવાના બદલે તેમનો વાળ વાંકો થતો નથી. સરકારની રાજરમત લોકો જોઈ રહ્યાં છે. કોઈકની તો જવાબદારી નકકી કરીને પગલાં ભરવા પડે તેમ છે. અહીં સિંહ મોત શરૂં થયા ત્યારે વન વિભાગના અધિકારીઓને ખબર ન હતી. સ્થાનિક લોકોએ તેની જાણ કરી હતી. પ્રથમ બે સિંહના મોત થયા ત્યારે સ્થાનિક લોકોએ જાણ કરી અને કહ્યું હતું કે શિકારનું મારણ ખાધા પછી સિંહ બિમાર પડી ગયા છે અને મરી ગયા છે. છતાં તે અંગે વાળી કે ગીરના કોઈ અધિકારીઓએ તે વાતને ગંભીર લીધી ન હતી.
ધ માર્ચ ઓફ ધ એશિયાટીક લાયન
The March of Asiatic Lionવર્ષો સુધી સંરક્ષણના પ્રયાસો કર્યા બાદ આખરે તે રંગ લાવ્યા અને નામશેષ થવાને આરે આવીને ઉભેલી સિંહોની વસતી ગીરમાં વધી. આડેધડ શિકાર થવાને લીધે “ગીરનો સિંહ”ની સમગ્ર પ્રજાતિ વિલુપ્ત થવાના આરે આવીને ઉભી હતી. વિન્ટર બ્લિથ(1950)એ તેના દસ્તાવેજોમાં નોંધ્યું હતું કે છેલ્લે કાઠીયાવાડની બહાર મુક્તપણે વિચરતા સિંહને સને 1884માં જોવામાં આવ્યો હતો. અને ત્યાર બાદથી જ સિંહોની વસતી કાઠીયાવાડ/સૌરાષ્ટ્ર પુરતી સિમિત રહી જવા પામી છે. 1880-1936નો સમયગાળો એશિયાઇ સિંહોની સમગ્ર પ્રજાતિ માટે અફડાતફડીનો રહ્યો હતો. માત્ર 20મી સદીમાં જ રાજા રજવાડા, નવાબો અને વાઇસરોયો જેવા રાજવી શિકારીઓથી સિંહોની પ્રજાતિના રક્ષણ અને સંરક્ષણ કરવાનું ધ્યાનમાં આવ્યું. 1913માં નવાબ અને સરકારને વાસ્તવિકતાનું ભાન થયું કે 20થી વધુ વનરાજો(સિંહો) બચ્યાં નથી ત્યારે સિંહોનો બેકાબૂ બનેલો શિકાર પ્રતિબંધિત જાહેર કરાયો અને ત્યારથી જ સિંહોની પ્રજાતિના સંરક્ષણનો પ્રારંભ થયો. આ પ્રયાસોના પરિણામે 1917માં સિંહો પુનઃ મતિયાળા વન વિસ્તારમાં વિચરતાં જોવા મળ્યાં. તેની સાથે સાથે 1936માં કરવામાં આવેલી વસતી ગણતરી પ્રમાણે સિંહોની વસતી કુલ 287 નોંધાઇ, જે ઘણા જ રાહતના સમાચાર હતાં. આઝાદી બાદ સિંહોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે ઘણા મહત્વના પગલાં ભર્યાં અને 18-09-1965ના રોજ ગીરને “અભ્યારણ્ય” તરીકે ઘોષિત કર્યો. ત્યારથી જ ધીમેધીમે સિંહોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે.
સિંહ પુનઃપ્રાપ્તિ: વૈશ્વિક સફળતાની વાર્તા બની બદનામ યાત્રા
સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની વસતીમાં વધારો નોંધાયો છે. મે, 2015 દરમિયાન યોજાયેલી વસતી ગણતરીમાં એશિયાઈ સિંહોની સંખ્યા 523 (ગત પાંચ વર્ષની સરખામણીમાં 27%નો વધારો) નોંધાયો છે. વળી, વર્ષ 2010માં આઇયુસીએન(IUCN) દ્વારા એશિયાઈ સિંહોની પ્રજાતિને જેના અસ્તિત્વ ઉપર અતિગંભીર જોખમ હોય તેવી પ્રજાતિઓની યાદીમાંથી દુર કરી, તેમાં સુધારો કરી એશિયાઈ સિંહોને જેના અસ્તિત્વ ઉપર હજુંપણ ભય તોળાઈ રહ્યો હોય તેવી પ્રજાતિની યાદીમાં સ્થાન અપાયું છે. જોકે, આ પ્રગતિનો પથ સિંહો અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ (GFD) માટે સાવ સરળ તો નથી જ રહ્યો.
સિંહોને બચાવવામાં હેંમશા સ્થાનિક લોકોએ મોટો ભાગ ભજવ્યો છે. તેમ છતાં વન વિભાગ તેની સત્તાવાર વેબસાઈટ પર લખે છે કે, વિવિધ સંશોધનકારો તેમજ વન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અભ્યારણ્ય વિસ્તારમાં માલધારીઓની વસાહતો અને તેમના પશુધન, દુકાળ સહિતની કુદરતી આપત્તિઓની ગીરના સસ્તન પ્રાણીઓ ઉપર થતી અવળી અસરો, સિંહોનો શિકાર કરવાના અને ઝેર આપવાના અમુક કેસો અને અન્ય વ્યાપારિક તેમજ માનવીય ઉપસ્થિતિને લીધે સર્જાતી સમસ્યાઓની અસર હંમેશા સિંહોની વસતી ઉપર થતી રહી છે.
જ્યાં નામશેષ થયા ત્યાં ફરી વસતિ વધી
અવિરત પ્રયાસોનો લાભ લઇને સિંહો હવે જોખમની બહાર આવી ગયાં છે અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઇ ગયાં હતાં તેવા વિસ્તારોમાં પણ પોતાની વસાહતો પુનઃસ્થાપિત કરી છે. અગાઉ ગીર સંરક્ષિત વિસ્તાર 1883.04 ચોરસ કિમીમાં ફેલાયેલો હતો જેની સરખામણીમાં અત્યારે વર્ષ 2015ની ગણતરી પ્રમાણે સૌરાષ્ટ્રના 20,000 ચોરસ કિમી જમીન વિસ્તાર એશિયાઇ સિંહોની વિચરણ ભૂમિ તરીકે આવરી લેવાયો છે. એશિયાઇ સિંહોની વિચરણ ભૂમિએ એવી ભૂમિ છે કે જ્યાં સિંહોને અનુકૂળ વધારાના આશ્રયસ્થાનો-વસાહતોનો વિકાસ કરવામાં આવ્યો છે. અગાઉ ન હોય તેટલો મોટો ભૂ-વિસ્તાર હવે સિંહોનું આશ્રયસ્થાન બન્યો છે. એશિયાઇ સિંહોની વિચરણ ભૂમિમાં સિંહોનું સઘન રક્ષણ તથા સંરક્ષણ કરવા માટે માનવ બળ અને માળખાકીય સુવિધાઓ વધુ સૃદ્રઢ કરવામાં આવી છે.
મેઈક ઈન ઈન્ડિયા લોગો પણ મોતની કોઈની જવાબદારી નહીં
આંતરરાષ્ટ્રિય મંચ ઉપર “મેક ઈન ઇન્ડિયા”ના લોગોમાં પણ હવે એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે. બરડામાં સિંહ વસાવીને સાવચેતીપૂર્વક લેવામાં આવતા સંરક્ષણના આવા પગલાં સિંહોની વસતી નામશેષ થવાના જોખમને પણ નાબૂદ કરશે જ તદ્દઉપરાંત સિંહોને તેમના જૂના અને સુરક્ષિત આશ્રયસ્થાનમાં પુનઃવસાવી શકાશે. નવા જનીન વંશનું નિર્માણ કરવાના ઉદ્દેશથી બે નર સિંહો અને સિંહણોને બરડા અભ્યારણ્યમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. ઉપરાંત આ સ્થળે ભવિષ્યમાં સિંહોની વસતીને ધ્યાનમાં રાખીને શિકાર આધારીત તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન કેન્દ્રો પણ વિકસાવવામાં આવ્યા છે.