સિંહ Schedule-1નું પ્રાણી હોવાં થી તેને સુરક્ષા પ્રદાન કરવી જરુરી બને છે. વાઈલ્ડ લાઈફ એક્ટ-1972ની રીતે જો Schedule-1નાં પ્રાણીને હેરાનગતિ કે નુકશાન પહોંચાડવા માં આવે તો એની માટે કડક માં કડક પગલા લેવા જોઈએ જેની સામે સરકારે વારંવાર ઘટનાઓ બની હોવા છત્તા ગંભીરતા દાખવી નથી. ગુજરાત સરકારે માત્ર કાગળ પર સુપ્રીમ કોર્ટને જવાબ આપ્યાં, બોધપાઠ લઈ સિંહોનાં સંવર્ધન માટે કશુ જ કર્યું નથી. જેના કારણે 23 સિંહોના મોત થયા છે ત્યારે ગુજરાતની શાન સમાં સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર વાસ્તવિક પગલાં લે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યુ હતું કે વર્ષ 2007/2008માં ગુજરાતનાં મુખ્યમંત્રીએ સિંહોનાં સંવર્ધન માટે એક 5 વર્ષનો એક્શન પ્લાન સ્પેશિયલ પ્રોગ્રામ ચાલુ કર્યો. જેની માટે 40 કરોડ રૂપિયા ફાળવ્યા. તો સવાલ એ થાય છે, કે આટલા રૂપિયા ખર્ચ્યા તેં છતાં સિંહોના મોત કેમ થયા ?
સુપ્રીમ કોર્ટ દ્રારા 15 એપ્રિલ 2013નાં રોજ ચુકાદો આપવા આવ્યો કે સિંહને બીજુ ઘર આપવું. જેમા જંગલમાં રહેતાં લોકોને જંગલ બહાર મૂકવા અને જંગલને સિંહો માટે તૈયાર કરવું, એને ખોરાક મળી રહે માટે વ્યવસ્થા કરવી. જ્યારે રાજ્ય સરકારે માત્ર ને માત્ર કાગળ પર જ કામ કર્યું. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે બરડો ડુંગર સિંહો માટે અનુકુળ છે. તો પછી અત્યાર સુધી બરડા ડુંગરમાં સિંહોને સ્થાયી કેમ ન કર્યા ?
ડો. દિવ્યભાનુ સિંહ ચાવડાનાં સંશોધનને સુપ્રીમ કોર્ટે નોંધમાં લીધુ છે. જેમાં કહેવા માં આવ્યુ છે કે, જો આફ્રિકાનાં સેરેનગટી જેવી સિંહોની મરવાની ઘટના બને તો એશિયાટીક સિંહ લુપ્ત થઈ જાય અને રોગ ચારો ફાટી નીકળે તો, લુપ્ત થઈ જાય. તો ગુજરાત સરકારે સુપ્રીમ ની આ નોંધ પર આજ સુધી કોઈ પગલાં કેમ ન લીધાં? કેમ રોગચાળા સામે કોઈ વ્યવસ્થા ન ઊભી કરી ?
લિઓજિન પ્રોજેક્ટ 2009-2010માં અમલમાં મુક્યો કરોડો રૂપિયા ફ્ળવ્યા. તેં છતાં સિંહનાં રોગ રોકવા માટે રસી નહોતી. CAGનાં અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, કે લિઓજિન પ્રોજેક્ટ મંદ ગતિ એ ચાલી રહ્યો છે. છેલ્લે જ્યારે pccf દ્રારા રિપોર્ટ જારી કાર્યો ત્યારે 32 સિંહ જે જામવાળામાં રાખવામાં આવ્યાં છે તેં સંપુર્ણ સ્વસ્થ છે. તો પછી એમને રસી શા કરણથી મુકવા માં આવી ? એશિયાટીક સિંહ માટે ઊભા થયેલ પડકારમાં સિંહોને બચાવવા રાજ્ય સરકાર નિષ્ણાંતોના માર્ગદર્શનથી પગલાં ભરે.