સિંહોના ટોળા ન હોય એવી કહેવત હવે સુધારવી પડે તેમ છે. કારણ કે સાવરકુંડલાના આંબરડી એક સાથે 14 સિંહનું કુટુંબ ટોળામાં દેખાયું છે. ગીરના જંગલની બહાર સિંહ નિકળવા લાગ્યા છે ત્યારથી તેઓ ટોળામાં ફરી રહ્યાં છે. 1968માં ગીરમાં 177 સિંહો હતા. 2015માં તે વધીને 523 થયા હતા. હવે તે 600ની આસપાસ થઈ ગયા છે. તેમાંથી આશરે 200થી 300 સિંહ ગીર સેન્ચ્યુરી બહાર લોકોની વચ્ચે મહેસૂલી વિસ્તારમાં રહેવા લાગ્યા છે.
આંબરડી ગામે બીડમાં આવેલ વાડી માલિક કરશનભાઈ ધડુકે વહેલી સવારે ખેતરમાં એકી સાથે 14 સિંહ જોયા હતા. પછી સિંહનું ટોળું જોવા લોકોના ટોળા થયા હતા. 14 સપ્ટેમ્બર 2018ની સાંજે સિંહ ટોળું બહાર નિકળ્યું હતું. જ્યાં વન વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા હતા.
ગીર અભયારણ્યમાં 300થી વધારે સિંહ નથી. 300થી વધું સિંહ અભયારણ્યમાં રહી શકે તેમ નથી. તેથી સિંહ બહારના વિસ્તારોમાં ટોળામાં નિકળી રહ્યાં છે. 300 સિંહો ગીર જંગલની બહાર નવા ઘર બનાવીને રહે છે. નિકળે છે. ઈ.સ. 2010માં સિંહોનો વિસ્તાર 10 હજાર ચોરસ કિલોમીટર હતો. ગીર જંગલથી પૂર્વ અને પૂર્વ દિશા તરફના વિસ્તારમાં સિંહોની અવર-જવર વધી છે. ત્યાંથી આગળ વધીને દિશામાં ૫ણ સિંહો વિચરણ કરવા માંડ્યા છે. સિંહોનો આ વિસ્તાર રાજ્યની કૂલ જમીનના 11થી 12 ટકા થઈ જશે.
ખોરાક, પાણી અને રહેઠાણની શોધમાં સિંહો જંગલની બહાર નીકળી રહ્યા હોવાથી જ માનવી સાથેના ઘર્ષણના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. દર પૂનમના દિવસે સિંહોની ગણતરી જંગલખાતા દ્વારા કરવામાં આવે છે. બીટ ગાર્ડ કે રાઉન્ડ ફોરેસ્ટર કાયમી ધોરણે સિંહો ઉ૫ર નજર રાખતા હોય છે. જંગલમાં કે બહાર કોઇ સિંહ એકાદ કિલોમીટર આઘોપાછો થાય તો ૫ણ ખબર ૫ડી જાય, તેવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવાયેલી છે.
ગીરગઢડામાં 10 સિંહ દેખાયા
10 સપ્ટેમ્બર 2018ના દિવસે ગીરગઢડામાં ભાખા થોરડી રોડ પર 8થી 10 સિંહોનું ટોળુ જોવા મળ્યું હતું. શિકારની શોધમાં રોડ પર આવી ગયા હતા. મોબાઈલ ફોનમાં તેનું શુટીંગ કરી દેવામાં આવ્યું હતું. આ પહેલા પણ વારંવાર સિંહના ટોળા આ રસ્તા પર જોવા મળ્યા હતા.
22 નવેમ્બર 2013માં અમરેલીના રાજુલા તાલુકાના નવા આગરીયા ગામે સવારે સિંહનું ટોળું દેખાયું હતું.
31 માર્ચ 2018માં જુનાગઢ આસપાસ 12 સિંહ દેખાયા હતા.
10 જૂલાઈ 2018માં અમરેલીમાં 11 સિંહ દેખાયા હતા.
01 જૂલાઈ 2018ના રોજ ઉનામાં 8 સિંહનું કુટુંબ દેખાયું હતું.