સિંહનોની બીજી તપાસ કરી પણ દલખાણીયામાં શું થયું તે જાહેર કરાતું નથી

કુલ 64 ટીમો બનાવીને સમગ્ર ગીર વિસ્‍તારની ચકાસણી કરવાનું આયોજન હાથ ધરેલું છે. પણ જ્યાં સિંહ ટપોટપ મરી રહ્યાં છે તે દલખાણીયા વીડીમાં 22માંથી બચી ગયેલાં 9 સિંહનું આરોગ્ય કેવું છે તે અંગે વન વિભાગ કંઈ કહેવા તૈયાર નથી. આ કામગીરી તા. ર4/9/18 થી શરૂ કરવામાં આવેલ જે આજરોજ બપોરે 1ર.00 વાગ્‍યા સુધીમાં વન વિભાગની 10ર ટીમનાં કુલ 399 કર્મચારી (ફો.ગાર્ડ, ફોરેસ્‍ટર, ટ્રેકર) ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં આવતા નેશનલ પાર્ક, સેન્‍ચુચરીના સંલગ્ન વિસ્‍તાર પૈકી આશરે 785 ચો.કિ.મી. વિસ્‍તારની ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવેલ છે. જેમાં 490 ચો.કિ.મી. રક્ષિત વિસ્‍તાર અને 295 ચો.કિ.મી. ગીર બહારનો વિસ્‍તાર સામેલ છે.

આ ચકાસણી દરમ્‍યાન 164 સિંહો જોવા મળેલ છે. જે પૈકી ફકત 4 સિંહોમાં સામાન્‍ય ઈજા જોવા મળેલ. જયારે 1 સિંહણ કમજોર તેમજ અન્‍ય 1 સિંહણ વધુ બિમાર હાલતમાં જોવા મળેલ. જયારે બાકીનાં 1પ8 સિંહ સારી અને તંદુરસ્‍ત હાલતમાં જોવા     મળેલ છે.

દલખાણીયા રેંજનાં સરસીયા વીડી વિસ્‍તારનાં સિંહોની નિરીક્ષણ અને પકડવાની કામગીરી ગતીમાં છે, બાદ તેઓની આરોગ્‍ય ચકાસણીની કામગીરી હાથ ઉપર લેવામાં આવશે.