સિંહોનું મોતનું તાંડવ ચાલું, બીજા બે સિંહના મોત સાથે 34 મોત

ધારી ગીર પૂર્વમાં 23 સિંહનું અને 3 સિંહનું પિપળવા રેન્‍જમાં મળીને 26 સિંહના મોતનું તાંડવ હજુ ચાલુ છે. કૂલ મળીને ધારી રેન્જમાં કૂલ 34 સિંહ મોતને ભેટ્યા છે. ફરી એક વખત બે સિંહબાળના મોત થયા છે. ઈનફાઈટ થવાથી મુખ્‍યત્‍વે સિંહબાળના મોત થયા છે. સાવરકુંડલા રેન્‍જની વડાલ વીડીમાં 4 માસના સિંહબાળનું ઈનફાઈટ મોત થયું હતું અને પાણીયા રેન્‍જના ગોરાળા વિસ્‍તારમાં સિંહ અને સિંહણના મેટિંગ પિરીયર્ડ સમયે સિંહ સાથે ઈનફાઈટમાં 10 માસના સિંહબાળનું મોત થયાનું વન વિભાગે જાહેર કર્યું છે. આમ અહીં 31 સિંહના મોત થયા છે.

ધારી ગીર પૂર્વમાં દલખાણીયા એક જ રેન્‍જમાં 23 જેટલા સિંહોના મોત થયા હતા. ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જમાં પીપળવા રાઉન્‍ડમાં ત્રણ સિંહબાળના મોત થયા હતા. રાજુલાના વાવેરામાં એક સિંહનું ઈનફાઈટમાં મોત થયું હતું. માળીયાહાટીનામાં એક સિંહનું મોત થયેલું હતું. આઠ દિવસ પહેલા સાવરકુંડલાના વડાલ વીડીમાં 4માસના સિંહબાળનું મોત થઈ ચૂકયું હતું.

આમ ધારી ગીર પૂર્વમાં ઈનફાઈટમાં સિંહબાળના મોતના બનાવોમાં વધારો થયો છે.

27 નવેમ્બર 2018માં બે સિંહબાળના મોત મળીને 8 જેટલા સિંહ અને સિંહબાળના મોત ઈનફાઈટમાં થયેલા છે. ખડાધારનાં સિંહપ્રેમી રમેશભાઈ બોઘરાએ વન સચિવ અધિકારી ડો. રાજીવ ગુપ્‍તાને પત્ર પાઠવીને જંગલ અને સિંહને બચાવી લેવાની માંગ કરી છે.

અભ્‍યારણમાં સિંહ દર્શન માટે નવા છુપા રસ્તા તૈયાર કરવામાં આવેલા છે.

દાધિયુ, સાથર, બાવળો, ડેડકીયો, હોડી અને પારસીયા વિસ્‍તારમાં પણ આવી જ રીતે ઘાસ તેમજ જંગલ કાપવામાં આવી રહ્યાં છે.

ઉપરનાં અધિકારીઓ ઢાંકપિછોડો કરવા માંગતા હોય ગાંધીનગરથી આ વિસ્‍તારમાં તેમજ અગાઉના પત્રથી જાણ કરેલ વિસ્‍તારમાં વિડીયો શુટીંગ કરીને કપાયેલા વૃક્ષોના થડ ગણવાની માંગણી થઈ છે. ગાંધીનગરથી તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. જેના પર અહીં ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.

વન કર્મચારીઓ દ્વારા અભ્‍યારણમાં આવેલા રસ્‍તાઓ ઉપર રાજકોટ, સુરત, મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા શહેરોમાંથી સિંહ દર્શન માટે એજન્ટો રાખી તેમને અહીં બોલાવીને લાખો રૂપિયાનો ધંધો કરવામાં આવી રહ્યો છે. સિંહોની જીંદગી ઘણી જોખમી બની ગઈ છે. તેમજ સિંહોને દોડાવીને સર્કસ જેવા ખેલ કરાવવામાં આવી રહ્યાં છે. અભ્‍યારણ બચાવવા જંગલવિસ્‍તારના કાઠાના ગામડાના લોકોનો પણ વિરોધ છે. ભ્રષ્ટાચાર વ્યાપક થઈ રહ્યો છે.