સિંહ કુટુંબના મોત છતાં તંત્રને કોઈ જાણ નહીં, વધું એક સિંહણનો શંકાસ્પદ હાલતામાં મૃતદેહ મળી આવ્યો

થોડા મહિના પહેલાં તુલસીશ્‍યામ રેન્‍જ અને ખાંભા રેવન્‍યુ વિસ્તારમાં 8 સિંહણે 20 બચ્ચાને જન્મ આપ્યો હતો. આમ સિંહ કુટુંબની વસતિ વધી રહી છે. પણ અકુદરતી મોત પણ વધી રહ્યાં છે. ગીરના જંગલથી બહાર આવી રહેલાં સિંહ પરિવારો પર હુમલાઓ વધી ગયા છે. રાજુલા-ભેરાઈમાં એક સિંહણનો મૃત-દેહ શંકાસ્પદ હાલતમાં હત્યા થઈ હોય તે રીતે મળી આવ્યો છે. જ્યારે નજીકના લીલીયામાં પણ એક સિંહણનું નાનું બચ્ચું ગુમ થઈ ગયું હતું. ગીર જંલગના રાજા સિંહનું ધ્યાન રાખવા માટે વન વિભાગે પૂરો સ્ટાફ રાખેલો હોવા છતાં આવી ઘટનાઓ બની રહી છે. વન વિભાગ બેદરકારી દાખવી રહ્યો છે.

ગીર અભયારણ્યની બહાર બાદલીયાના ખારમાં શંકાસ્‍પદ રીતે મોઢામાં ફીણ સાથે મોતને ભેટેલ સિંહણનો મૃત-દેહ મળી આવ્‍યો હતો. વન અદિકારીઓએ સિંહણના મૃતદેહને બાબરકોટ એનીમલ કેર સેન્‍ટરમાં પી.એમ. માટે લઈ ગયા હતા. તેમના અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. ઝેર આપેલું હોવાની પૂરી શક્યતા છે. સિંહણના મોત અંગે વન વિભાગને કોઈ જ જાણ ન હતી. ગામના લોકોએ જાણ કરી હતી ત્યારે વન અધિકારીઓ દોડી આવ્યા હતા.

છ મહિના પહેલાં જ નજીકમાં વીક્ટર ડુંગર નજીક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જે પણ શંકાસ્પદ જણાયો હતો.

લાયન નેચર ફાઉન્‍ડેશનના પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાએ માંગણી છે, કે સિંહ સહિત વન્‍ન પ્રાણીઓની સુરક્ષા માટે લાગવગથી ભરતી કરાયેલા ટ્રેકર કે ગાર્ડો સિંહનું ધ્યાન રાખી શકતાં નથી. આ કામથી ટેવાયેલા નથી અને કરવા પણ માંગતા નથી. તેઓ સરકારનો પગાર લઈ રહ્યાં છે. જ્યાં સિંહ પરિવારના મૃતદેહ મળી આવે તે ટ્રેકરને તુરંત સસ્પેન્ડ કરી દેવાની માંગણી કરી છે.

સિંહણના કમોતની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમ પાસે કરાવવા માંગણી તેમણે કરી છે.

લીલીયા વિસ્તારમાં પાંચ માસ પુર્વે બ્રહૃદગીરી વિસ્‍તારમાં સિંહ બાળને જનમ  આપ્‍યો હતો. થોડા દિવસો બાદ સિંહણે સાથે ખેલકુદ કરતું સિંહબાળ નજરે પડ્યું ન હતું. 17 જુલાઈ 2018માં વન અધિકારીને આ અંગે જાણ કરતાં બાદમાં વન અધિકારીઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. એક અઠવાડિયા સુધી શોધખોળ કરી પણ મળી આવ્યું ન હતું કે તેમનો મૃતદેહ મળી આવ્યો ન હતો.

મિતિયાળા અભયારણ્યની પણ ખરાબ હાલત

સાવરકુંડલા રેન્‍જનાં મિતિયાળા અભ્‍યારમાં વન અધિકારીઓ ધ્યાન આપતાં નથી. કોલર આઈડી પહેરાવેલી એક સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્‍યો હતો. તેની સાથે 4 માસનું એક બચ્ચુ પણ હતું તે લાપત્તા થઈ ગયું હતું. જેને વન વિભાગના અધિકારીઓ શોધી શક્યા ન હતા. ત્યાર બાદ સાવરકુંડલા રેન્‍જમાં આવેલા હાદસંગમાં એક બીજી સિંહણ પગથી લંગડાઈ રહી હતી. આગળનાં જમણા પગે ઈજા થઈ હોવા છતાં તેની કોઈ સારવાર કરવામાં આવી ન હતી. સારવારના અભાવે પીડાઈ રહી છે. તે ચાર દિવસ શિકાર કરી શકી ન હતી.

ઈનફાઈટથી ઈજા પણ સારવાર નહીં

મિતિયાળા જંગલ વિસ્‍તારમાં એક સિંહને પીઠનાં ભાગે ઈજા થઈ છે. તે ઈનફાઈટથી ઈજાગ્રસ્‍ત થયો હોવાનું અનુમાન છે. તેને પણ સારવાર આપવામાં આવી ન હતી.

 

ધારી વિસ્તારમાં તાજેતરમાં જ 3 દીપડાનાં કમોત થયા હતા. તેના બે દિવસ પછી 2 સિંહણના શંકાસ્પદ મોત થયા હતા.

હડાળા રેન્‍જમાં 9 વર્ષની સિંહણનું વાયરસથી અને મિતીયાળા અભ્‍યારણમાં 15 વર્ષની કોલર આઈડી પહેરેલી સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

તારથી મોત

સાવરકુંડલાનાં લીખાળા ગામે આવેલા એક ખેડૂતના કુવામાં 1 સિંહ અને 10 નીલગાયનાં મૃતદેહો મળી આવ્યા હતા. ખેતરમાં વીજ તાર ફેન્‍સીંગ કરી હોવાથી તેનો સોર્ટ સર્કિટ થતાં વીજશોક લાગતાં મોતને ભેટ્યા હતા.  અને મૃત દેહ કુવામાં ફેંકી દીધા હતા.

સારવાર ન મળતાં બે સિંહના મોત

તુલસીશ્‍યામ રેન્‍જમાં આવેલા રાબારીકા રાઉન્‍ડમાં 25 દિવસમાં 2 સિંહો મોતને ભેટ્‍યા હતા. ત્‍યારે બને સિંહો ને સારવાર ન મળતાં મોતને ભેટ્યા હતા. સિંહ કુટુંબના 14ના ગ્રુપમાંથી એક સિંહનું મોત બાજરીના પાકમાં થયું હતું. આ સિંહ આઠ દિવસથી બીમાર હાલતમાં હતો સ્‍થાનિક લોકો દ્વારા આ અંગે વનવિભાગને જાણ કરી હોવા છતાં વનવિભાગ દ્વારા સિંહને સારવાર આપવામાં આવી ન હતી.