લોકસભાની સામાન્ય ચુંટણીઓ ગુજરાતમાં 23 એપ્રિલ 2019માં વધુ મતદાન થાય તે માટે “ સ્વીપ કાર્યક્રમ-2019” ચાલી રહ્યો છે. સાણંદ અને બાવળા તાલુકાની 1200 જેટલી મહિલાઓએ તૈયાર કપડામાં સીલાઈ કરવાની રોજીંદા કામમાંથી સમય કાઢીને “ મતદાન સંકલ્પ ” લીધો હતો. સાથે સાથે આ મહિલાઓએ “ મતદાન કરીશુ, અને કરાવીશુ પણ ” તેવો સંકલ્પ માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બાવળા જી.આઈ.ડી.સી સ્થિત અરવિંદ મિલ, કેરાલા ખાતે આ મહિલાઓએ સામૂહિક લીધો હતો. મહિલાઓને મતદાનની અનિવાર્યતા ઉપરાંત ઈ.વી.એમ-વી.વી.પેટ મશીનની વિસ્તૃત જાણકારી અપાઈ પણ હતી.