સુપ્રિમ કોર્ટના જસ્ટીસ તરીકે એમ.આર.શાહ અને ભારતના સોલિસીટર જનરલ તરીકે
તુસાર મહેતાની એક ગુજરાતી તરીકે નિમણૂંક તરીકે થઇ છે તેનો હર્ષ વ્યક્ત કરી તેમણે
ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી બન્ને મહાનુભાવોને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, દેશ જ્યારે સંક્રાંતિકાળમાંથી
પસાર થઇ રહ્યા છે ત્યારે આ બન્ને ગુજરાતનીઓની નિમણૂંક મહત્વપૂર્ણ સાબિત થશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આઝાદી વખતે ગાંધીજી અને સરદાર પટેલે ભ્રષ્ટાચાર સામે
નવનિર્માણ આંદોલન દ્વારા તથા સામાજિક-આધ્યાત્મિક ક્ષેત્રે ગુજરાતે જે રીતે નેતૃત્વ લીધું હતું તે
રીતે હવે કાયદા ક્ષેત્રે પણ ગુજરાત દેશને દિશા-દર્શન કરશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની અદાલતો દ્વારા પ્રજાને પીડતા પ્રશ્નો – મુશ્કેલીઓમાં ત્વરિત
પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે. આ ઉપરાંત લોકઅદાલતોનો વ્યાપ વધારી કેસોની પેન્ડેન્સી ઘટાડી
છે તેની પ્રશંસા કરી હતી.
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એમ.આર.શાહે પોતાના પ્રતિભાવમાં ગુજરાતના કાર્યકાળ
દરમિયાનના અનુભવો વાગોળ્યા હતા. તેમણે કોર્ટના ડેકોરમ અને ડિગ્નીટી જાળવી રાખી લોકોનો
ન્યાયમાં વિશ્વાસ જળવાઇ રહે તે માટે યુવા વકિલોને પ્રતિબધ્ધ થવા અપિલ કરી હતી.
ભારતના સોલિસીટર જનરલ શ્રી તુષાર મહેતાએ કહ્યું કે, ગુજરાત પોતાના દીકરાઓનું
સન્માન કરે છે, પોતાના ખભા પર બેસાડીને ઉંચા બનાવે છે. ગુજરાતમાંથી જે શીખવા મળ્યું છે
તેની પ્રત્યે તેમણે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અનંત એસ. દવેએ સુપ્રિમ કોર્ટના
જસ્ટીસ એમ.આર.શાહ અને તુષાર મહેતાને ભારતના સોલિસીટર જનરલ બનવા બદલ
અભિનંદન પાઠવી નવા બેંચમાર્ક સ્થાપિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાયદા મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સફળ વકીલ એ છે કે જે કોર્ટને
કન્ફ્યુઝ્ડ નહીં પરંતુ કન્વિન્સ કરે. તેમણે કાયદા વિભાગનું બજેટ અગાઉ કરતા અનેકગણું વધ્યું
છે. રાજ્યની ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડીંગને પણ હાઇકોર્ટ જેવા બિલ્ડીંગ બનાવી ન્યાયતંત્રનું
આધુનિકરણ કર્યું છે તેની વિગતો આપી હતી.
એડવોકેટ જનરલ શ્રી કમલભાઇ ત્રિવેદીએ કહ્યું કે, આપણો અવાજ દિલ્હી સુધી પહોંચે તે
માટે સુપ્રિમ કોર્ટના જજ અને કાયદાકીય સલાહકાર ગુજરાતી હોય તે આપણા માટે ગૈારવની
વાત છે. તેમણે જાણીતા વકીલ અને કવિ શ્રી બકુલ જોષીપુરાની ન્યાયમૂર્તિ તરીકે જણાવેલી
નિષ્પક્ષતા, યુગદ્દષ્ટા, ધીરજ અને શુધ્ધબુધ્ધિની લાક્ષણિકતાઓ જસ્ટીસ શ્રી એમ.આર.શાહમાં છે
તો વકીલ તરીકેની વકૃતત્વ, કિમીયો અને લક્ષ્યની લાક્ષણકિતાઓ દેશના સોલિસીટર જનરલ શ્રી
તુષાર મહેતામાં છે તેમ તેમની પ્રશંસા કરતા જણાવ્યું હતું.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી દિપેનભાઇ દવેએ બાર કાઉન્સીલ દ્વારા ૧લી
જાન્યુઆરી, ૨૦૧૯થી યુ ટ્યુબના માધ્યમથી નવા તૈયાર થનાર વકિલોને ટ્યુટોરિયલ લેક્ચરની
સિરિઝથી માર્ગદર્શન આપવામાં આવશે તેની વિગતો આપી હતી.
આ સન્માન સમારોહમાં હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, નિવૃત ન્યાયમૂર્તિશ્રીઓ, શ્રી
યતીનભાઇ ઓઝા, સરકારી વકીલ મનીષા લવકુમાર, બાર કાઉન્સીલના સભ્યો, વકીલો તથા
ન્યાયજગતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.