સુરતમાં ક્લાર્કે 60 કિ.મીની સ્પીડે ટ્રેન દોડાવી જીવ જોખમમાં મૂક્યા

સુરત રેલવે સ્ટેશન પર એક મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બુકિંગ ક્લાર્કે 60 કિલોમીટરની સ્પીડે 10 મિનીટ સુધી પેસેન્જર ટ્રેન હંકારીને લોકોના જીવ જોખમમાં મુકી દીધા હતા, ખરેખર તો પાયલોટ સિવાય કોઈ ટ્રેન ન ચલાવી શકે, ત્યારે આ બુકિંગ ક્લાર્કનો ગાડી ચલાવતો વીડિયો સામે આવતા રેલ્વેની

મોટી બેદરકારી સામે આવી છે, ટ્રેન ચલાવનાર અઠવાલઈન્સ પીઆરએસનો બુકિંગ ક્લાર્ક રવિન્દ્ર મોરે હતો અને તેને કોઈ પણ અનુભવ વગર 60ની સ્પીડે 10 મિનીટ સુધી ટ્રેન ચલાવી હતી અને ટ્રેનને ઉઘના સ્ટોપેજથી પણ આગળ લઈ ગયો હતો.

બીજી તરફ, ઘટનાનો વીડિયો સામે આવતા રેલવેએ તપાસ શરૂ કરી છે, સર્ટિફાઈડ લોકો પાયલોટ સિવાય કોઈ ટ્રેન ન ચલાવી શકે ત્યારે રવિન્દ્ર મોરેએ કેવી રેતી ટ્રેન ચલાવી, તથા તેને કોણે આ ટ્રેન ચલાવવા આપી તે બંનેની તપાસ કરવામાં આવી રહી છે, મોરેએ આ પહેલા પણ ટ્રેન ચલાવી છે કે નહિ તેની પણ તપાસ શરૂ કરાઈ છે, આસિસ્ટન્ટ લોકો પાઇલોટ પાસે પણ આ સત્તા હોતી નથી, એટલું જ નહિ પણ એન્જિનમાં પણ પરિચાલન સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ કરવાની મંજૂરી હોતી નથી, તેમ છંતા મોરે અહી ગયો અને તેને ટ્રેન ચલાવીને હજારો લોકોના જીવ જોખમમાં મુકી દીધા.