સુરતમાં બેફામ બન્યાં કિન્નરો, પુત્રના જન્મ પર પિતા પાસે રૂપિયા 21,000 માંગ્યા, રકમ ન મળતા હુમલો કર્યો

સુરતમાં કિન્નરોની દાદાગીરી વધી રહી છે અને હવે તેઓ હુમલા કરી રહ્યાં છે, શહેરના ગોડદરા વિસ્તારમાં 32 વર્ષીય ગેહરીલાલ કસ્તૂરી ખટકીના ઘરે પુત્રનો જન્મ થયો હતો, જેથી કિન્નરો તેમના ઘરે દિકરાને રમાડવા માટે ગયા હતા, તેમને પરિવાર પાસે 21 હજાર રૂપિયા માંગ્યા હતા, પરંતુ આટલી મોટી રકમ ગેહરીલાલ પાસે ન હોવાથી તેમને આપવાનો ઇનકાર કરી દીધો હતો, છેવટે ઉશ્કેરાયેલા કિન્નરોએ તેમનું માથું દિવાલ સાથે પટકાર્યું હતુ. જેમાં ગેહરીલાલને ઇજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમની હાલત ગંભીર છે.

ગેહરીલાલ કસ્તુરી ખટીકને 2 પુત્રીઓ પછી એક પુત્રનો જન્મ થયો છે, તેમને કિન્નરોને 7 હજાર રૂપિયા પણ આપ્યાં હતા, પરંતુ મનમાની કરી રહેલા કિન્નરોને આ રકમ ઓછી પડતા તેમને મારામારી કરી અને ગેહરીલાલને ઘાયલ કર્યા હતા, સાથે જ તેમને અપશબ્દો બોલીને અપમાનીત પણ કર્યા હતા.ત્યારે તેમના પત્નીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે કિન્નરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ અહી સવાલ એ છે કે લોકો ખુશ થઇને કિન્નરોને પૈસા આપી રહ્યાં છે, તેમ છંતા તેમના દ્વારા આવી ગુંડાગીરી કરવી કેટલી યોગ્ય છે.