સુરતમાં 10 વર્ષની બાળકી સાથે HIV ગ્રસ્ત પુરુષનું દુષ્કર્મ

સલામત ગણાતાં ગુજરાતમાં નાની બાળકીઓ સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જેમાં એક એચઆઇવી ગ્રસ્ત પુરુષે 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે. કપડા સીવી આપવાની લાલચે બે સંતાનોના પિતાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી HIV ગ્રસ્ત હોવાના કારણે બાળકીને એન્ટી ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે આ અંગે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના વેડ રોડ ઉપર પાડોશમાં રહેતા દરજી દ્વારા 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. કપડાં સીવી આપવાની લાલચ આપીને નરાધમે બાળકીને હવસનો શિકાર બનાવી હતી. ઘટનાની જાણ થતાં પરિવારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું હતું કે, આરોપી એચઆઇવી ગ્રસ્ત છે જેના પગલે બાળીકને પણ એન્ટી ડોટ આપવામાં આવ્યા હતા. પોલીસે આરોપીની અટકાયત કરીને મેડિકટલ ચેકઅપ કરાવ્યું હતું. નરાધમ આરોપી બે સંતાનો પિતા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.