સુરેન્દ્રનગરની સબજેલનાં કેદીએ કોની ખોલી પોલ

સુરેન્દ્રનગરની સબ જેલમાંથી એક કેદીએ વીડિયો લાઈવ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા છે. આ કેદીએ જેલના પોલીસ અધિકારીઓની પોલ ખોલી નાંખી હતી. કેદીએ લાઈવ વીડિયો કરીને જેલમાં પોલીસ દ્વારા કેદીઓને પૂરી પાડવામા આવી રહેલી બધી જ સુવિધાઓનો ખુલાસો કરી નાંખ્યો હતો.
આ કેદીએ પોતાનું નામ તો જણાવ્યું નહોતુ. જોકે કેદીએ કેટલાક ચોંકાવનારાઓ ખુલાસાઓ કર્યા હતા. કેદીએ જણાવ્યું કે, પોલીસ અધિકારીઓ દ્વારા કેદીઓને જેલમાં તમ્બાકુ, સિગરેટ, દારૂ વગેરે જેવા નશીલા પ્રદાર્થો કેવી રીતે લાવી આપે છે અને તે દરેક વસ્તુઓના ત્રણ ગણા પૈસા વસૂલવામા આવે છે.
તે ઉપરાંત કેદીએ જણાવ્યું કે, જેલમાં સાદો મોબાઈલ લાવવા હોય તો 10,000 રૂપિયા અને એન્ડ્રોઈડ મોબાઈલનો મોબાઈલ લાવવો હોય તો 15,000 રૂપિયા પોલીસ અધિકારીઓને આપવા પડતા હોય છે. કેદીએ મોબાઈલ દ્વારા લાઈવ વીડિયો કરતાં સુરેન્દ્રનગર સબ જેલના પોલીસ બેડામાં ભાગદોડ મચી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની જેલોમાં કેદીઓને કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નહિ હોવાનાં અનેકવાર રાજ્ય સરકાર તેમ જ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યની મોટી જેલો જેવી કે સાબરમતી સેન્ટ્રલ જેલ, સુરતની લાજપોર જેલ વગેરેમાંથી કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવવાની ઘટનાઓ બને છે. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે સુરેન્દ્રનગરની જેલનાં કેદીનાં આ વીડિયોથી પોલીસ બેડામાં ઉપરથી નીચે સુધીનાં તમામ લોકો ભ્રષ્ટાચારમાં ડૂબેલાં છે તેમ છતાં રાજ્ય સરકાર આવા અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ સામે પગલાં નથી ભરી શકતી