સૂક્ષ્મ સિંચાઇ, ભારતમાં ૧૯૭૦માં ૪૦ એકરમાં થતી હતી

ઓ છા પાણીએ વધુ ઉત્પાદન મેળવવાની એડવાન્સ ટેકનોલોજી એટલે સૂક્ષ્મ સિંચાઇ. ભારતમાં ૧૯૭૦માં ૪૦ એકરમાં થતી ખેતી આજે સવા ચાર દાયકા બાદ ૬૫ લાખ હેક્ટરના આંકને આંબવા આવી છે. માત્ર ૩૬ ટકા સિંચાઇ વિસ્તાર ધરાવતા દેશમાં હાલમાં ૨૫૦૦ લાખ ટન ધાન્યનું ઉત્પાદન થાય છે. આગામી બે દાયકા બાદ વધતી જતી વસતીને ધ્યાને રાખી ૪૫૦૦ લાખ ટન ધાન્યની જરૃરિયાત સમયે દેશ માટે ઓછા પાણીએ, ઓછા ખાતરે વધુ ઉત્પાદન આપી હરિયાળી ક્રાંતિ રેલાવતી સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૃપ સાબિત થશે. ગુજરાતમાં હાલમાં સાત લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઇથી પિયત થાય છે જેને ૧૦ લાખ હેક્ટરે પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ખેડૂતોમાં સૂક્ષ્મ સિંચાઇ પ્રત્યે હવે જાગૃતિ આવતાં પાણીની સૌથી મોટી સમસ્યા ધરાવતું રાજસ્થાન હાલમાં ૧૫ લાખ હેક્ટરમાં સૂક્ષ્મસિંચાઇથી પિયતમાં દેશમાં મોખરે છે. જ્યારે ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષથી દેશમાં છઠ્ઠો ક્રમ જાળવી રાખ્યો છે. દેશમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પણ મોટાપાયે હવે સૂક્ષ્મ સિંચાઇથી ખેતી થવા લાગી છે. દેશની સિંચાઇ ક્ષેત્રની સુવિધાઓને જોતાં આગામી દિવસોમાં વધુ ઉત્પાદન મેળવવા માટે સૂક્ષ્મ સિંચાઇ એ દેશના ખેડૂતો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશ
ગામી દિવસોમાં વધતી જતી વસ્તીને ધ્યાને લઇ પાકનું ઉત્પાદન વધારવાના ભાગરૃપે ટંકી જમીન અને ઓછા પિયતથી વધુ ઉત્પાદન મેળવવા માટે હાલમાં સૂક્ષ્મ સિંચાઇ જ એક માત્ર બેસ્ટ વિકલ્પ છે. દેશના અલગ-અલગ રાજ્યમાં જુદી જુદી એજન્સીઓ સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવાના પ્રયાસો કરી રહી છે. રાજ્યમાં ૨૦૦૫-૦૬થી જાન્યુઆરી ૨૦૧૩ સુધીમાં ૬.૧૭ લાખ હેક્ટર વિસ્તારમાંથી ટપક સિંચાઇ હેઠળ ૩.૦૫ લાખ હેક્ટર જ્યારે ફુવારા પદ્ધતિ હેઠળ ૩.૧૨ લાખ હેક્ટર જમીનમાં પિયત કરાઇ રહ્યું છે. અત્યાર સુધીમાં સૂક્ષ્મ સિંચાઇથી ૨૮,૨૧૪ સિમાંત ખેડૂતોએ, ૧,૧૫,૦૦૫ નાના ખેડૂતોએ જ્યારે ૩,૯૮,૯૭૫ મધ્યમ ખેડૂતોએ સૂક્ષ્મસિંચાઇ યોજનાનો લાભ લીધો છે.
વીજ કનેક્શનની પણ ડ્રિપમાં જરૃરિયાત પડતી હોવાથી અત્યાર સુધીમાં સૂક્ષ્મ પિયત વીજકનેક્શન યોજનામાં ૬૫ હજાર ખેડૂતો જોડાયા છે. જેમાંથી ૫૪,૩૪૬ ખેડૂતોને વીજકનેક્શન અપાતાં આ ખેડૂતો ડ્રિપથી ખેતી કરી રહ્યા છે. અગાઉ ડાર્કઝોન વિસ્તારમાં પણ ૩૫,૭૩૪ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. જીજીઆરસીની સ્થાપના પૂર્વે પણ ડ્રિપથી રાજ્યમાં ખેતી થતી હોવાથી હાલમાં ૭ લાખથી વધુ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઇથી ખેતી થાય છે.

સૂક્ષ્મ સિંચાઇનો સિનારીયો
વર્ષ ખેડૂતો હેક્ટર
૨૦૦૫-૦૬ ૭,૨૧૭ ૧૫,૮૯૧
૨૦૦૬-૦૭ ૧૩,૮૦૫ ૨૭,૨૩૧
૨૦૦૭-૦૮ ૩૨,૪૯૮ ૫૦,૨૬૦
૨૦૦૮-૦૯ ૩૯,૪૩૫ ૫૭,૭૨૭
૨૦૦૯-૧૦ ૪૩,૫૩૦ ૭૦,૮૨૩
૨૦૧૦-૧૧ ૬૫,૫૯૫ ૧,૦૨,૮૪૯
૨૦૧૧-૧૨ ૯૧,૩૯૩ ૧,૫૦,૪૮૦
૨૦૧૨-૧૩ ૬૫,૧૭૧ ૧,૦૫,૮૨૬
કુલ ૩,૫૮,૬૪૪ ૫,૮૦,૭૩૦
નોંધઃ જાન્યુઆરી ૨૦૧૩ સુધીમાં ૩,૮૧,૨૪૬ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઇ યોજનાનો લાભ લેતાં રાજ્યમાં હાલમાં ૬,૧૭,૩૦૯ હેક્ટરમાં સૂક્ષ્મ પદ્ધતિથી ખેતી થાય છે.
મગફળીનો પાક ટપકમાં મોખરે
રાજ્યમાં ટપક સિંચાઇ હેઠળ હવે મોટાભાગના પાકને આવરી લેવામાં આવ્યા છે. જીજીઆરસીની સ્થાપનાથી લઇ જાન્યુઆરી ૨૦૧૩ સુધીમાં ૬.૧૭ લાખ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઇથી ખેતી થાય છે. જેમાં કૃષિ પાકોમાં ૫.૨૪ લાખ હેક્ટર અને બાગાયતી પાકો હેઠળ ૯૨,૭૪૦ હેક્ટરમાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ સૂક્ષ્મ સિંચાઇથી વાવેતર મગફળીમાં થાય છે. મગફળીમાં ૨.૭૮ લાખ હેક્ટરમાં ખેડૂતો હવે સૂક્ષ્મ સિંચાઇનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ ઉપરાંત કપાસમાં ૧.૭૭ લાખ, શેરડીમાં ૧૨,૫૮૨ હેક્ટર, બટાટામાં ૩૦,૯૯૭ હેક્ટર જ્યારે કેળમાં ૧૩,૯૯૮ હેક્ટર ઉપરાંત આંબામાં ૧૧,૫૨૫ અને શાકભાજી પાકોમાં ૧,૪૭૨ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઇથી ખેતી
થાય છે.

ગુજરાતમાં ડ્રિપની સબસિડી સામે બિહાર અને હરિયાણાની સબસિડીની ટકાવારી ઊંચી

રાજ્યમાં ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઇ હેઠળ પ્રતિ હેક્ટર ખર્ચના ૫૦ ટકા અથવા રૃપિયા ૬૦ હજાર જે ઓછું હોય તે સબસિડી પેટે ખેડૂતોને અપાય છે. જ્યારે આદિજાતિના ખેડૂતોને ૭૫ ટકાની સબસિડીની ચૂકવણી કરવામાં આવે છે. આ સબસીડીનું ધોરણ ડ્રિપની અમલવારી કરતા ખેડૂતો માટે ઓછુ નથી. પરંતું હાલમાં દેશમાં સૂક્ષ્મ સિંચાઇમાં ટોપમાં રહેલા રાજ્યોની સબસિડી આપવાની ટકાવારી કરતાં ઘણી ઓછી છે. આંધ્રપ્રદેશમાં ટપકમાં ૭૦ ટકા અને ફુવારામાં પણ ૭૦ ટકાની સબસિડી અપાતી હોવાથી હાલમાં આંધ્રપ્રદેશમાં ૧૦ લાખ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઇથી પિયત થાય છે. રાજસ્થાન એટલે દેશનો સૌથી સૂકો પ્રદેશ જ્યાં સૂક્ષ્મ સિંચાઇનો પ્રોજેક્ટ સફળ રહેતાં હાલમાં રાજસ્થાનમાં ૧૫ લાખ હેક્ટરમાં સૂક્ષ્મ સિચાઇથી પિયત થાય છે. મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોને ડ્રિપ પર ૫૦ ટકા અને ફુવારા પિયત પદ્ધતિમાં ૫૦ ટકા સહાય અપાય છે. હાલમાં મહારાષ્ટ્રમાં ૧૩થી ૧૪ લાખ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઇથી પિયત થાય છે. આ જ પ્રકારે બિહાર ટપકમાં ૯૦ અને ફુવારામાં ૯૦ ટકા સબસિડી ખેડૂતોને આપે છે. જ્યાં ખેડૂતોનો સારો પ્રતિભાવ જોવા મળ્યો છે.

રાજ્ય સબસીડી
ટપક ફુવારા
આંધ્રપ્રદેશ ૭૦ ૭૦
બિહાર ૯૦ ૯૦
છત્તીસગઢ ૭૦ ૭૦
ગોવા ૫૦ ૫૦
ગુજરાત ૫૦ ૫૦
હરિયાણા ૯૦ ૫૦
હિમાચલ ૮૦ ૮૦
ઝારખંડ ૫૦ ૫૦
કર્ણાટક ૭૫ ૭૫
કેરાલા ૫૦ ૫૦
મધ્યપ્રદેશ ૭૦ ૭૦
મહારાષ્ટ્ર ૫૦ ૫૦
ઓરિસ્સા ૭૦ ૭૦
પંજાબ ૭૫ ૭૫
રાજસ્થાન ૭૦ ૬૦
તમિલનાડું ૬૫ ૫૦
ઉત્તર પ્રદેશ ૫૦ ૦૦

નોંધ : આંક ટકામાં છે – કરણરાજપુત