સૂર્યગ્રણ – ખાનાખરાબી સર્જશે, તોફાનો થવાનું કારણ ગ્રહણની અસર

વર્ષના અંતમાં 26 ડિસેમ્બરે સૂર્ય ગ્રહણ ગ્રહોની સ્થિતિ અનુસાર છેલ્લા થોડા દાયકામાં થયેલા ગ્રહણો કરતા ઘણું અલગ છે. ગુજરાતમાં સૂર્યગ્રહણમાં સૂર્ય લાલ રંગની રિંગ દેખાશે.  ગ્રહણ સમયે છ ગ્રહ સૂર્ય, ચંદ્ર, ગુરુ, શનિ, બુધ અને કેતુ ધન રાશિમાં હશે. અગાઉ 5 ફેબ્રુઆરી 1962માં મકર રાશિમાં બધા 7 ગ્રહ સાથે હતા. ગ્રહણના પ્રભાવથી અમેરિકા-રશિયા વચ્ચે યુદ્ધ થવાની સંભાવના અને ભારત પર ચીને આક્રમણ કર્યું હતું. 58 વર્ષ પછી આવું ખતરાથી ભરેલું સૂર્ય ગ્રહણ થશે.

26 ડિસેમ્બરે ગ્રહણનું સૂતક સવારે 8 વાગ્યાથી શરૂ થઈ બપોરે 1.36 વાગ્યા સુધી રહેશે. ભારત, સાઉદી અરબ, ગલ્ફના દેશો, અફઘાનિસ્તાન, પાકિસ્તાન,  ચીન અને પૂર્વ એશિયા, કતાર, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, સુમાત્રા, મલેશિયા, ફિલીપાઇન્સ, સિંગાપોર અને ગુઆમ, એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના અન્ય ભાગમાં આંશિક ગ્રહણ જોવા મળશે.

કુદરતિ આપત્તિ આવશે, ઠંડીનું જોર વધશે, 15 દિવસની અંદર ભૂકંપ, સુનામી અને ભારે બરફવર્ષા થશે. ધન રાશિમાં અશુભ પરિણામો હશે. એશિયા, પાકિસ્તાન અને ભારતના પશ્ચિમ વિસ્તારમાં હિંસક ઘટના બનશે. કુદરતી હોનારત થશે. જાપાન, ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ જેવા પૂર્વ એશિયાના દેશોમાં ભૂકંપ બાદ સુનામી આવશે. કમોસમી વરસાદ અને ભારે બરફવર્ષાને કારણે ઠંડી વધશે.

મંત્રી, પ્રધાન પુરુષ, રાજા, સૈનિકો, હથિયાર રાખનારા, પહેલવાન-ખેલાડીઓ, ડોક્ટરો, મોટા વેપારીઓ, ટેકનીશિયનો માટે 6 મહિના માટે પ્રભાવ રહેશે.

ધન લગ્નના પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને મિથુન રાશિના ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકના સ્વાસ્થ્ય માટે ગ્રહણ સંવેદનશીલ છે. ધન લગ્નમાં જન્મેલી ઈંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ દ્વિતીય ગ્રહણના થોડા મહિનામાં ખરાબ સ્વાસ્થ્યને કારણે રાજગાદી છોડી શકે છે. મિથુન લગ્નમાં જન્મેલા અને શનિ-મંગળની અશુભ વિશોંતરી દશા ભોગવી રહેલા તિબેટના ધર્મગુરુ દલાઈ લામાના સ્વાસ્થ્ય માટે પણ આ ગ્રહણ અશુભ છે. મિથુન રાશિથી પ્રભાવિત બંગાળ, ધન રાશિથી પ્રભાવિત ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ તથા નેપાળ માટે કષ્ટદાયક પુરવાર થઈ શકે છે.

કિંમતી ધાતુની માંગમાં ઘટાડો થશે. શેરબજારમાં વેચવાલી વધતા મંદી હશે. અનાજની કિંમતમાં તેજી આવશે. મધ્ય એશિયામાં સંકટને કારણે પેટ્રોલ ડીઝલની કિંમત વધશે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળશે. 2019માં 5 ગ્રહણ જોવા મળ્યા હતા. ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ હતા.

સૂર્યગ્રહણ કેમ લાગે છે

સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે, ત્યારે સૂર્યની રોશની ફીકી પડે છે. ગ્રહણના 12 કલાક પહેલાં સૂતક શરૂ થાય છે.