સૂર્ય ઉર્જામાં વિશ્વમાં નંબર 1 બનવા માંગતા અદાણી, ગેસમાં ફસાતા નોટિસ

અબજોપતિ ગૌતમ અદાણી જૂથ ઈ.સ.2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સોલર પાવર કંપની અને 2030 સુધીમાં સૌથી મોટી ઉર્જા કંપની બનવાના લક્ષ્‍ય તરફ આગળ વધી રહી છે.  નવીનીકરણીય ઉર્જાની માંગ વિશ્વમાં અપેક્ષા કરતા ઝડપથી વધી છે. અદાણી જૂથને વૈશ્વિક સ્તરે 2019 માં છઠ્ઠી સૌથી મોટી સોલાર ઉજા અનોવેશન તરીકે સ્થાન મેળ્યુ હતું. સોલર ઉર્જા ઉત્પન્ન કરતી સંપત્તિઓ આજે 2.5 ગીગાવોટ થી વધુ છે. બાંધકામની ક્ષમતા હેઠળના 2.9 જીડબ્લ્યુના અમલ સાથે, 2020 સુધીમાં તે બમણાથી વધુ થવાની અને 2025 સુધીમાં 18 જીડબ્લ્યુને સ્પર્શ્યા પછી ત્રણ ગણી વૃદ્ધિની અપેક્ષા છે. અદાણીએ તેના બજેટના 70 ટકા વાપરશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે મોદી હતા ત્યારે અદાણીને કચ્છમાં મોટી જમીન આપી હતી. હવે કચ્છમાં સૂર્ય ઉર્જા માટે જમીન અદાણીને આપવામાં આવે છે કે કેમ તેની નજર રાખવામાં આવી રહી છે.

અદાણી ગેસ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. મહત્વની માહિતી છુપાવીને અદાણી ગેસે અદાણી એન્ટરપ્રાઈસ સાથે થયેલ સોદા અંગેની જરૂરી અને કારોબારને લગતી માહિતી PNGRBને આપી ન હતી તેથી અદાણી ગેસને નોટિસ ફટકારી છે. તપાસ શરૂં કરાશે. અદાણી એન્ટરપ્રાઈસની નેટવર્થને પોતાની બેલેન્સ શીટ પર દર્શાવીને અદાણી ગેસે દેશભરમાં ગેસ પાઈપલાઈન અને ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ માટે બોલી લગાવી હતી. આરોપ પુરવાર થશે તો PNGRB અદાણી ગેસનું લાયસન્સ પણ રદ કરી શકે છે. ભવિષ્ય માટે પ્રતિબંધ પણ લાદી શકે છે. આ ઉપરાંત અદાણી ગેસને રૂ.400 કરોડની પેનલ્ટી લાગી શકે છે. આ અહેવાલથી અદાણી ગેસના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.