આગામી ૨૬/૧૨/૨૦૧૯ માગસર વદ અમાસ ગુરુવારના સુર્ય ગ્રહણ હોય અને ધાર્મિક રીતે પાળવાનુ હોઇ સોમનાથ મંદિર તથા સોમનાથ ટ્રસ્ટ હેઠળના અન્ય દરેક મંદિરોના પુજાવિધી તેમજ આરતીના સમયમાં નિચે દર્શવ્યા અનુસાર ફેરફાર કરવામાં આવેલ છે.
ગ્રહણની વિગત
1. વેધ પ્રારંભ –-૨૫/૧૨/૨૦૧૯ બુધવાર રાત્રે૦૮:૦૦ વગ્યાથી
2. ગ્રહણ સ્પર્શ –૨૬/૧૨/૨૦૧૯ ગુરુવાર સવારના૦૮:૦૬ વગ્યાથી
3. ગ્રહણ મધ્ય –૨૬/૧૨/૨૦૧૯ ગુરુવાર સવારના૦૯:૨૧ વગ્યાથી
4. ગ્રહણ મોક્ષ –૨૬/૧૨/૨૦૧૯ ગુરુવાર સવારના૧૦:૫૨ વગ્યાથી
ઉપરોક્ત સુર્ય ગ્રહણની વિગતને અનુલક્ષીને શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય દરેક મંદિરોમાં પુજાકાર્યમાં નીચેમુજબ ફેરફાર રહશે.
૨૫/૧૨/૨૦૧૯ – પ્રક્ષાલનકાર્ય શયનઆરતી વિગેરે કાર્યો સાયં ૦૭:૩૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધીમાં સંમ્પન કરવામાં આવશે.
૨૬/૧૨/૨૦૧૯ – પ્રાત: આરતી પુજન ઇત્યાદી પુજાવિધી કાર્યો થશે નહી.
૨૬/૧૨/૨૦૧૯– પ્રથમ મહાપુજા આરતી મધ્યાહને ગ્રહણ મોક્ષ બાદ જ કરવાનીરહેશે.(મધ્યાહન પુજન-આરતી નિયત સમય મુજબ કરવામાં આવશે.)