જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન રાશિમાં થતું આ ગ્રહણ મંત્રીઓ, પ્રધાન વ્યક્તિ, રાજા, સૈનિક, હથિયાર રાખનાર, ડોક્ટર,મોટા વેપારીઓને કષ્ટ આપશે. આગામી 6 મહિનામાં આ ક્ષેત્રોમાં કાર્યરત લોકો પર સૂર્યગ્રહણનો અશુભ પ્રભાવ રહેશે.
ધન રાશિના રાહુલ ગાંધી જે વર્તમાનમાં રાહુની દશામાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે પણ ગ્રહણ અશુભ સમય લાવશે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજનેતાઓ માટે પણ આ ગ્રહણ કષ્ટદાયી સાબિત થઈ શકે છે.
ગ્રહણ સમયે સોનાનો કારક ગુરુ પોતાની રાશિ ધનમાં હોવાથી કીમતી ધાતુની માંગ ઘટી શકે છે. શનિ અને ગુરુની યુતિના કારણે શેર બજારમાં વેચવાલીના કારણે મંદીની સ્થિતિ રહેશે.
સૂર્ય કેતુ સાથે પીડિત હોવાથી અનાજની કીમતોમાં તેજી જોવા મળી શકે છે. મધ્ય એશિયામાં સંકટના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે.
આ આગામી સૂર્યગ્રહણ ભારત માટે અનેક ઉતાર-ચઢાવ લાવશે. આ સમયમાં કુદરતી આફતો પણ દેશને નુકસાન કરે તેવી સંભાવના છે.