ગાંધીનગર, 28 ડિસેમ્બર 2019
અમદાવાદમાં મદદનીશ નિયામક રોજગાર કચેરી અને અમદાવાદની એક ખાનગી કંપની દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ રોજગાર ભરતી મેળો યોજનાર છે. સેલ્સ એક્ઝિક્યુટીવ અને સેલ્સ માર્કેટીંગ એક્ઝિક્યુટીવની ૧૦૦ જગ્યાઓ માટે યોજાનાર ભરતી મેળામાં ૧૮ વર્ષથી ૩૫ વર્ષ સુધીના ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએટ થયેલા યુવાનો અને યુવતીઓ ભાગ લઈ શકશે. જેમને તેમની લાયકાત અનુસાર વાર્ષિક ૯૬ હજાર થી લઈને ૩ લાખ સુધીના પગારના પેકેજની જોબઓફર આપવામાં આવશે. આ ભરતી મેળામાં કોઈ પણ જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે. આ રોજગાર મેળામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ ૩૧ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલી યુરેકા ફોર્બ્સની ઓફીસ ખાતે હાજર રહેવા મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા જણાવવામાં આવ્યુ છે.
આમ મહિને રૂ.8000નો પગાર અને કપાત સાથે રોજના રૂ.250 જેવી નજીવી રકમ આપવામાં આવશે. મોંઘવારીમાં આટલો ઓછો પગાર કોઈને પરવડે તેમ નથી. ગયા ચોમસામાં ખેતરમાં કામ કરવા માટે 7 કલાકની મજૂરીના રૂ.400 રોજના ખેડૂતોએ ચુકવ્યા હતા.
એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું ઓછા પગાર ઓફર કરવામાં સરકાર પોતે આવી કંપનીઓને મદદ કરી રહી છે. તેમ કરીને યુવાનોને ઓછો પગાર અપાવી રહી છે. સરકાર પોતે ખાનગી કંપનીની નોકરીની ઓફર કરી રહી છે. શું આ મંદીની અસર છે કે, પછી શોષણ ખોરીની આ વૃત્તિ સરકાર અને કંપનીની છે એવો પ્રશ્ન બેકાર યુવાનો પૂછી રહ્યાં છે.