ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્વતંત્રતા દિવસની 72માં વર્ષની ઉજવણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડાના વરદહસ્તે ધ્વજવંદન રાષ્ટ્રીય ત્રિરંગાને સલામી આપી કરેલ છે.
આ રાષ્ટ્રીય પર્વમાં પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મંગલસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ સેવાદળના સૌનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય ત્રિરંગા ધ્વજને સલામી આપેલ.
આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, રાજ્યસભાના સંસદસભ્ય એમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી.ના મંત્રી જીતેન્દ્ર બઘેલજી વિશેષ ઉપસ્થિત રહી ધ્વજવંદન કરેલ. પ્રદેશ સમિતિના સીનીયર નેતાગણ પ્રદેશ સમિતિના હોદ્દેદારશ્રીઓ, શહેર સમિતિના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.