સેહસા ગામમા મધરાતે પોલીસ અત્યાર

15 ઘરમાં રાતે તોડફોડ કરી
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેહસા ગામમાં ગત તારીખ 12-8-2018ના રોજ પોલીસ પ્રશાસનના કહેવા મુજબ બનાવના સ્થળે કોઈ ગુનાનો આરોપી આવેલો છે તેવી માત્ર બાતમીના આધારે પાટણ જિલ્લા પોલીસે કૉબિંગ હાથ ધરી ગામમાં રીતસરનો આતંક મચાવેલો હતો. કૉબિંગના નિયમો નેવે મૂકી બાળકો અને મહિલાઓના અધિકારોને તેમજ માનવતાને નેવે મૂકી પોલીસે કૉબિંગના બહાના હેઠળ પોલીસ પ્રશાસનની ગુંડાગીરી લોક મુખે ચર્ચાઈ રહી છે. જેથી જો આ બનાવને માત્ર ઉભો કરવામાં આવેલો હોય તો આમ આદમી પાર્ટી ગુજરાત તેને વખોડી કાઢ્યું હતુ. માનવ અધિકારોના મૂલ્યોના જતન માટે આજ રોજ બપોરે 1 કલાકે  આમ આદમી પાર્ટી ગુજરાતના પદાધિકારી ઓનું એક ડેલીગેશન સેહસા ગામની મુલાકાત લીધી હતી. સ્થળ સ્થિતિની મુલાકાત લેતા અને ગ્રામ જનોને પૂછતા પોલીસે 12 તારીખે રાત્રે આખા ગામને બાનમાં લીધેલું અને 15 થી વધુ ઘરોમાં રીતસરનો આતંગ મચાવી ભોગ બનનારના ઘરોમાં ઘર વખરી ,માલમિલ્કતની તોડફોડ કરેલી.અને ખાધા ખોરાકીના ડબ્બા ઊંધા વાળી દિધેલા હતાં. સરકારના રાહત દરે બનાવેલા શૌચાલયો પણ તોડી નાખેલા હતાં. એથી વેશેષ તો બાળકો અને મહિલાઓમાં એટલો ભય ઉભો કરેલો છે કે છેલ્લા ચાર દિવસથી ભોગ બનનાર લોકો આજુબાજુના ખેતરોમાં સંતાયેલા છે. અને તેમના ઘરના દરવાજા ચાર દિવસથી ખુલ્લા પડેલા છે અને ઢોર ઢોખર પણ ભૂખે તરસે તરફડી રહ્યા છે. બાળકોનું ભણતર બગડી રહ્યું છે. પોલીસ ખાતા દ્વારા આતંક ફેલાવવેલો હોવા છતાં. પોલિસ બંધોબસ્તના નામે 40 થી વધારે પોલીસનો સ્ટાફ ત્યાં  ઘેરોઘાલીને બેઠો છે .આ બંદોબસ્ત શાનો છે?? તે જાણવું રહ્યું. ગામના લોકોનો પણ રોષ જોવા મળે છે. ડરના માર્યા કોઈ બોલવા તૈયાર નથી. આ બાબતે જિલ્લા કલેટરે હસ્ત ક્ષેપ કરી  તટસ્થ તાપસની આમ આદમી પાર્ટી માંગણી કરે છે. આજે ગુજરાત ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી , ઉત્તર ગુજરાત પ્રમુખ રમેશભાઇ નાભાણી, ઉત્તર ગુજરાત લીગલ સેલ પ્રમુખ આર.કે.ચૌહાણ, રાજુભાઇ બારોટ એડવોકેટ ,પાટણ જિલ્લા પ્રમુખ ડો.લાલિતભાઈ વાઘેલા ,મહામંત્રી પ્રશાંત ભાઈ ચૌધરી, સિદ્ધપુર તાલુકા પ્રમુખ ડો.રમેશભાઇ..ગોપાલજી ઠાકોર તથા અન્ય કાર્યકર્તા ઓ  સાથે સેહસા ગામની મુલાકાત  લીધેલી હતી.