ઉના કાગવદર નેશનલ હાઇવે માં અધિકારીઓની મીઠી નજર હેઠળ ભષ્ટ્રાચારની આશંકા,* _ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા કેન્દ્રીય વિજિલન્સ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી સહિતના લોકોને પત્ર લખીને ઉચ્ચ કક્ષાની તપાસ ની માંગ કરી_
ઉનાના યુવા સામાજિક અને રાજકીય આગેવાન રસિક ચાવડા દ્વારા સૌપ્રથમ ઉના કાગવદર નેશનલ હાઇવે માં નબળી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરવામાં આવતું હોય પ્લાન મુજબ કામ થતું ના હોય તેમજ નવા નાળાઓ બનાવવાનાં બદલે જૂનાં નાળાઓ જ રીપેરીંગ કરીને બનાવવામાં આવતાં હોય તેવી રજૂઆત પ્રાંત અધિકારી અને નેશનલ હાઇવેના અધિકારીને કરી હતી, ત્યારબાદ તંત્ર હરકતમાં આવતાં નેશનલ હાઇવે ઓથોરિટી એ સબ સલામત ના દાવા સાથે જવાબ અરજદારને રજૂ કર્યો હતો. પરંતુ અરજદારને યોગ્ય જવાબ ના લાગતાં હાલના સ્થળ સ્થિતિનાં ફોટોગ્રાફ સાથે કેન્દ્રીય વિજિલન્સને પત્ર લખીને રજૂઆત કરી હતી કે ભાવનગર સોમનાથ હાઇવે નુ કાગવદર ઉના પ્રોજેકટ NH8E પેકેજ ન.5 નુ કામ Agroh Diu link highway pvt ltd દ્રારા કરવામા આવે છે. અને અમારા દ્વારા અગાઉ કરેલ ફરિયાદ નાં અનુસંધાને નેશનલ હાઇવે અોથોરીટી ઓફ ઇન્ડિયા ના પ્રોજેકટ મેનેજર ભાવનગર દ્વારા આપવામાં આવેલ જવાબ મા કામ ચાલુ સ્થિતિ હોય ત્યારે સામાન્ય નાગરિક દ્વારા ફોટા પાડી આવી ફરિયાદ થતી હોય છે તે સંદર્ભે તો મારે સૌ પ્રથમ તો એ કેહવુ છે કે અમો એક જવાબદાર સામાજિક આગેવાન છીએ.તેમજ એજન્સી દ્વારા એવું કહેવામાં આવ્યું કે કામ ચાલુ હતું પરંતુ ચાલુ કામ હોય ત્યારે જ સાચી હકીકત ખબર પડે કે કામ નબળી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરવામાં આવે છે કે નહીં. પ્લાન એસટીમેન્ટ મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં ??તેમજ જુના હાઈવે ના પુલ ને રિપેરિંગ કરીને ઉપરથી કામ પૂર્ણ થયું ગયું છે.આમ કામગીરી ચાલુ અવસ્થામાં હોય ત્યારે પણ ફરિયાદ થઇ શકે.જો ગુણવત્તા યુક્ત અને એસટીમેન્ટ મુજબ કામ થતું ના હોય તો આથી આવી રીતે ખોટાં જવાબ આપી આપ મને અને વહીવટી તંત્ર ને ગેરમાર્ગે દોરી રહ્યા છો.અને અરજી નો નિકાલ કરવાનો પ્રાયાસ કરી રહયા છો.આ બાબતનિ આપ ગભીરતાપુવક નોંધ લઇ કામગીરી કરવામા આવે.આ અંગે નિષ્ણાંત ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ એજન્સી દ્વારા પત્રમાં રજૂ કરેલા ફોટોગ્રાફ ની સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું અને તપાસ કરવામાં આવે તેમજ આ તપાસ માં અરજદાર સાથે રાખવામાં આવે.અને બેદરકારી સબબ કંપની ના જવાબદાર અધિકારી અો, ઇજનેરો, પ્રોજેક્ટ ના જવાબદાર કર્મચારી તમામ સામે પગલા લેવા ની માંગ કરી છે. અધિકારીઓ અને કોન્ટ્રાકટર ની મીલીભગતથી જાહેર જનતા અને સરકારશ્રીના નાણાં વ્યય થઈ રહ્યા છે સરકાર હાઈવે ના નવીનીકરણ માટે કટિબદ્ધ છે, ત્યારે ભષ્ટ્રાચાર નાં કારણે નબળા કામોના કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના અને ગંભીર અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે પગલાં લેવામાં આવશે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે.