સોમનાથ મંદીર હવે ભેદભાવ રાખી રહ્યું છે, શ્રીમંતો માટે ખાસ વ્યવસ્થા

સોમનાથ મહાદેવના સાનિધ્યે અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટે મહાપૂજા દર્શન-ગંગાજળ અભિષેક કર્ધયો હતો. સોમનાથ મહાદેવના સાનિધ્યે મુકેશભાઇ અંબાણીના પુત્ર અનંત અંબાણી સાથે સગાઇના બંધનમાં બંધાનાર રાધિકા મર્ચન્ટે ભગવાન સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, મહાપૂજા સામગ્રી અર્પણ, સહિત પુજન કર્યા બાદ તત્કાલ મહાપૂજન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે મુખ્યપુજારી દ્વારા રૂદ્રાક્ષ માળા પહેરાવેલી હતી. સાથે જ ટ્રસ્ટના જનરલ મેનેજરે સોમનાથ મહાદેવની ફોટોફ્રેમ આપી તેઓનુ સન્માન કરેલ હતું. આમ હવે સોમનાથ ભગવાનનું મંદિર સોનાના વરખ સાથે ભાજપ પ્રેરિત ટ્રસ્ટ દ્વારા બનાવાયા બાદ હવે સોમનાથ મંદીર દેશના નાગરિકો સાથે સમાન ભાવ રાખવાના બદલે અન્ય ખાનગી ટ્રસ્ટોના મંદીરોની જેમ ભેદભાવ રાખી રહ્યું હોવાનું હવે સ્પષ્ટ થયું છે. ભગવાનના ધામમાં આવતાં દરેક વ્યક્તિ પ્રત્યે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમાન વર્તન રાખવું જોઈએ તેના બદલે સમાન્ય, ગરિબ અને ધનવાન તરીકે મંદીર જોવા લાગ્યું છે. જે સોમનાથ મહાદેવ સાથે કોઈ રીતે મેળ ખાતું નથી. શાસ્ત્રો કહે છે કે, શંકર ભગવાન તમામની સાથે સમાન વર્તન રાખતાં હતા તો પછી કેશુભાઈ પટેલ, એલ.કે.અડવાણી, નરેન્દ્ર મોદી અને પ્રવિણ લહેરી દ્વારા સંચાલીત આ મંદીરે હવે કેમ ભેદભાવ શરૂં કર્યો છે. જે વીઆઈપી કે શ્રીમંત લોકો મુલાકાત લે છે તેમને ખાસ વ્યવસ્થા કરાય છે. જે ઓળખાણથી દર્શન કરવા જાય છે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમના ફોટોગ્રાફ્સ અંદર પાડવા દેવામાં આવે છે. પણ સામાન્ય લોકોને આવું કરવા દેવામાં આવતું નથી. ગુજરાતના સામાન્ય લોકોમા આ ઘણાં સમયથી ચર્ચાતી બાબત છે.