વનગર સોમનાથ હાઇવે Nh8E ના પેકેજ ન.૪ મા નબળી કામગીરી ની તપાસ ની માંગ કરી છે.પત્ર મા જણાવ્યા મુજબ અોથોરીટી દ્રારા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉના NH8E KM 139.915 TO 180.578 package No.4ના કામ એગ્રોહ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ પ્રાઇવેટ લિમિટેડ ઇન્દોરને કામ આપવામાં આવેલ છે. આ આ એજન્સી દ્વારા ડીપીઆરની જોગવાઈ અને અંદાજ મુજબ ખૂબ જ નબળી કામગીરી કરવામાં આવી રહી છે. રાપર હાઇવેમાં આવતા નાળાઓ ઉપર બોક્સ કલવર્ટ ની જગ્યા એ જર્જરિત નાળાને રીનોવેશન કરીને કામગીરી કરવામાં આવે છે. જેના કારણે ગંભીર પ્રકારના અકસ્માતો થવાની સંભાવના છે તે આ તમામ બાબતોને ધ્યાને લઇ પેકેજ ન.૪ સેકસનમાં કવોલિટી કંટ્રોલ(ગુણવતા નિયમન) કરાવી એજન્સી પર કાયદેસરના પગલાં લેવાની માંગ કરવામાં આવિ છે.
ઉનાના સામાજિક અને રાજકીય આગેવાન રસિકભાઇ ચાવડાએ રીજીયોનલ મેનેજર નેશનલ હાઇવે અોથોરીટી ગાંધીનગરને પત્ર લખીને રજુઆત કરી છે કે,જુના જજરીત નાળા પુલિયાને રિપેરિંગ કરી હાઇવેમાં કોભાડ કરાવામા આવતું હોય તેવી આશંકા સેવાઈ રહી છે અને અમુક જગ્યાએ અત્યારથી જ રોડમાં ગાબડાં પડી ગયેલ જોવા મળે છે ત્યારે હવે તંત્ર તપાસ કરે છે કે કેમ તે જોવાનું રહ્યું. તે આગામી દિવસોમા ખબર પડશે.