સોલા સિવિલ હોસ્પિટલમાં 242 કરોડનું ખર્ચ કરાશે

રાજ્યના નાગરિકોને ગંભીર રોગોમાં સુપર સ્પેશ્યાલિટી સારવાર પુરી પાડવા માટે છે. ઉત્તર ગુજરાતના લાખો દર્દીઓને આવી સુપર સ્પેશ્યાલિટી સારવાર પુરી પાડવા માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.૨૪૨ કરોડના ખર્ચે ૧૦ માળની ૫૫૦ પથારીની સુવિધા ધરાવતી અદ્યતન સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે એ જ રીતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પણ રૂ.૨૦૨ કરોડના ખર્ચે ૩૭૦ પથારીની સુવિધા ધરાવતી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે જેમાં કાર્ડીયોલોજી, નેફ્રોલોજી, ગેસ્ટ્રોલોજી, એન્ડોક્રીનોલોજી, કાર્ડીયોવાસ્ક્યુલર સર્જરી, પીડીયાટ્રીકમ, પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ગેસ્ટ્રોલોજીની સુવિધા પુરી પડાશે. એ જ રીતે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે ૩૦૦ બેડની ક્ષમતા ધરાવતી નવી મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ બાંધવાનું આયોજન છે. તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પણ આધુનિક સુવિધા ધરાવતી મેટરનીટી ચાઇલ્ડ બ્લોકનું બાંધકામ કરાશે. એ જ રીતે સિવિલ હોસ્પિટલ, અમદાવાદને મેડીસીટી તરીકે ઘોષીત કરાઇ છે. જેને રૂ.૧૫૦૦ કરોડના ખર્ચે રીનોવેશન હાથ ધરાયુ છે જેમાં ૩૯૦૦ થી ૫૫૦૦ જેટલી પથારીની સુવિધાઓ વધશે. મેડીસીટી ખાતે કિડની, કેન્સર, ટીબી, આંખ, દાંત તથા હ્રદય રોગની સારવાર પુરી પાડવામાં આવશે.