[:gj]સૌથી ઓછી મહિલાઓને ટિકિટ અપાઈ, અભણ સંસદ બનશે [:]

[:gj]ત્રીજા તબક્કાનું મતદાન 23મીએ થવાનું છે ત્યારે તેના ઉમેદવારો કેવા શિક્ષિત છે અને મહિલાઓને કેટલું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેનું વિહાંગવલોકન એડીઆર દ્વારા કરવામાં આવ્યું છે. મોટા ભાગના ઉમેદવારો 12 ધોરણ સુધી ભણેલા છે. તેમાં 68 ટકા ઉમેદવારો એવા છે કે જે 41 વર્ષથી વધું ઉમર ધરાવે છે.

શૈક્ષણિક લયકાત અંગે

ત્રીજા તબક્કાના વિશ્લેષણ કરાયેલા 1594 પૈકી મોટાભાગના ઉમેદવારોઓ 5 થી 12 વચ્ચે શિક્ષણ મેળવેલું  છે. જ્યારે 23 ઉમેદવાર નિરક્ષર છે. મહિલાઓને માત્ર 9 ટકા ઉમેદવારો જ રાજકીય પક્ષોએ મૂક્યા છે.

5 થી 12 સુધી – ગ્રેજ્યુએટ અને તેનાથી ઉપર – સાક્ષર – નિરક્ષર

ઉમેદવારો 788 – 681 – 57 – 23

ટકાવારી 49% 43% 3.58% 1.44%

ઉમર પ્રમાણે વિશ્લેષણ

25 થી 40 વચ્ચે – 41 થી 60 થી 80 – 80 થી ઉપર

ઉમેદવારો – 562 – 760 – 265 – 3

ટકાવારી – 35% – 48% – 17% – 0.19%

** 4 ઉમેદવારોએ તેમની ઉમર દર્શાવી નથી.

183 ઉમેદવારોએ (12%) એ તેમના PAN કાર્ડ ની વિગતો જાહેર કરેલ નથી. જાહેર કરેલ નથી.

મહિલા ઉમેદવારો વિશે:

ત્રીજા તબક્કાના વિશ્લેષણ કરાયેલા 1594 માંથી 142 ( 9%) મહિલાઓ છે.[:]