સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તાર માં આવેલી દીવાદાંડી નો પ્રવાસન હેતુ માટે વિકાસ કરવાનો નિર્ણય ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પત્રકાર પરિષદ માં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલી જુદી જુદી ત્રણ દીવાદાંડી પ્રવાસન હેતુ માટે વિકાસ કરવામાં આવશે. જેમાં દ્વારકા , વેરાવળ, અને ગોપનાથ ખાતેની દીવાદાંડી ઓનો પ્રવાસન હેતુથી વિકાસ કરવામાં આવશે .ભારત સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયથી દરિયા કાંઠા વિસ્તારની મુલાકાતે આવતા પ્રવાસીઓને દીવાદાંડીની મુલાકાત દરમિયાન વિઝીટર રૂમ, માહિતી માટે કિઓસ્ક બર્ડ, મેરીટાઇમ બોર્ડ નો ઈતિહાસ દર્શાવતું પ્રદર્શન લેન્ડસ્કેપ, એલીડી ફાઉન્ટેન ,અને રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત દીવાદાડી ઉપર દૂરબીનથી સમુદ્ર દર્શનની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે .સાથે સાથે મુલાકાતીઓના એન્ટરટેનમેન્ટ માટે પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડના વિકાસ અંગેની માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા શિપ બ્રેકિંગ ઉદ્યોગને સહાયરૂપ થવા ભારત સરકારે 215 કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અલંગશિપ યાર્ડ ને ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવશે .જેમાં આવશ્યક તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે .આજે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ એસોસિએશન અને મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ સાથે મહત્વની બેઠક મળી હતી .જેમાં એક એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. કે અલંગ શિપ યાર્ડ માં કામ કરતા 10 હજારથી વધુ પરપ્રાંતીઓ માટે આવાસ યોજના તેમજ તમામ પ્રકારની સુવિધા કરવા માટે ખર્ચ કરવામાં આવશે .આ ઉપરાંત યાર્ડની અંદર જ પણ એક મ્યુઝિયમ બનાવવામાં આવશે. જેમાં અલંગ શિપ યાર્ડ નો ઇતિહાસ જોવા મળશે.ઉપરાંત 7 માળના આકાર લઈ રહેલા બિલ્ડીંગ માં અલંગશિપ બ્રેકિંગ ની કામગીરી મુલાકાતી જોઈ શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે .સાથે સાથે આ મ્યુઝિયમને ટુરિસ્ટ પોઇન્ટ ને અનુલક્ષીને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ તબક્કે મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે અલંગ શિપ યાર્ડ મા કામ કરતા મજૂરો માટે આવાસ યોજના બનાવાશે. જોકે હાલમાં 1 હજાર મજૂરો માટેની આવાસ ઉપલબ્ધ છે .પરંતુ આવનાર દિવસો ની અંદર તબક્કાવાર આવાસો બનાવીશું હાલમાં આ આવાસ યોજના અમલી માટે ટીપી પ્લાન નું કામ ચાલુ છે. અને લોકેશન થયા બાદ તેની કાર્યવાહી કરવામાં આવશે. આમ અલંગ શિપ રિસાયકલીંગ વિશ્વકક્ષાનું ઇકોફ્રેન્ડલી રિસાયકલ યાર્ડ બને તથા વિશ્વની તમામ પ્રકારની રિસાયક્લિંગ થાય તે માટે સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે .અને આગામી સમયમાં નેવી ના શિપનું પણ રિસાયક્લિંગ અલંગ ખાતે થાય તે દિશામાં પણ સરકાર વિચારી રહી હોવાનું જણાવ્યું હતું. આમ કેન્દ્ર સરકારે ફાળવેલા ફેરસ ફંડનો ઉપયોગ કરવા સરકાર કટિબદ્ધ બની હોવાનું મનસુખભાઈ જણાવ્યું હતું .
પરપ્રાંતિયો પર થયેલા હુમલા અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે ગુજરાતની અસ્મિતાને લાંછન લાગે તેવું રાજકારણ કોઈપણ વ્યક્તિ કે પાર્ટીએ રમવું ન જોઈએ .આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશને જોડી રહ્યા છે .ત્યારે આ પ્રકારની ચેષ્ટા નહીં કરવા અપીલ પણ કરી હતી.