સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્થાનિક અસરગ્રસ્ત લોકોએ હલ્લાબોલ કર્યો હતો. નોકરી આપવાના બહાને તેમને છેતરવામાં આવી રહ્યાનાં આક્ષેપ સાથે ગામ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય દરવાજા પર ધસી આવીને હલ્લાબોલ કર્યો હતો.
આજે અરુણાચલ પ્રદેશનાં રાજ્યપાલ બી.ડી. મિશ્રાએ તેમની પત્ની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને તેની થોડી વાર પછી અચાનક 200થી વધુ યુવાનો ટોળામા ઘુસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
તેમની માંગ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોકરી આપવામાં તેમના ગામોને પ્રથમ પ્રધાન્ય આપવામાં આવે, કારણ કે તેમણે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કામ માટે તેમની જમીનો ગુમાવી છે. તેમને કંપની દ્વારા નોકરી આપવાનાં બહાને છેતરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને મામલો કાબુમાં લીધો હતો.