સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી માટે ઇ-પેમેન્ટ શરૂ

રાજ્યમાં નાગરિકો દ્વારા તેઓની સ્થાવર મિલકતની તબદીલીના વ્યવહારો માટે સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી નોન જ્યુડિશયલ સ્ટેમ્પ પેપર, ફ્રેકીંગ મશીન તથા ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ દ્વારા કરી શકાય છે. ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ માટે પણ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર ઉપર રોકડ/બિન રોકડ (ચેક,ડી.ડી. નેટ બેકીંગ, RTGS, NEFT, Account Transfer વિગેરે ) લઇને રૂબરૂ જવાનું હોય છે.
ઇ-પેમેન્ટ્થી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણી કરી દસ્તાવેજ નોંધણી સમયે ઇ-ચલન રજૂ કરે તો તે રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સ્વીકારવા તથા જરૂરી કાર્યવાહી કરવા તમામ સબ રજીસ્ટ્રારોને સુચના આપવામાં આવી છે.

1- પક્ષકારે garvi.gujarat.gov.in સાઇટ પર Public Data Entry લિંક પર જરૂરી વિગતો ભરીને પોતાનું લોગ-ઇન આઇ.ડી. બનાવવાનું રહેશે.

2 – આ લોગ-ઇન આઇ.ડી.ની મદદથી લોગ-ઇન થઇને પક્ષકારે વેચાણ થતી મિલકતને લગતી જરૂરી વિગતો ભર્યેથી ઓનલાઇન ઇ-પેમેન્ટની નવી સુવિધાથી સ્ટેમ્પ ડ્યુટી ઇન્ટરનેટ માધ્યમથી ઘેર બેઠાં પોતાની જાતે પોતાના અનુકૂળ સમયે ચૂકવી શકશે.

3- ઇ-પેમેન્ટથી સ્ટેમ્પ ડ્યુટી ભર્યા અંગેના ઇ-ચલનની પ્રિન્ટ કાઢીને પક્ષકારે દસ્તાવેજની નોંધણી માટે સંબંધિત સબ-રજીસ્ટ્રાર કચેરીમાં જવાનું રહેશે.
4 – પક્ષકાર તરફથી રજુ થતા ઇ-ચલનનું સબ-રજિસ્ટ્રાર દ્વારા ઓનલાઇન વેરીફિકેશન કરવામાં આવશે તથા અન્ય કોઇ વ્યક્તિ ઇ-ચલનનો ફરી વાર દુરઉપયોગ ન કરી શકે તે માટે સબ-રજિસ્ટ્રાર ઇ-ચલનને ગરવી વેબ એપ્લિકેશન મારફતે તુરંત જ લોક કરી દેશે.