દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાતા સ્પેશ્યલ ઓલિમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ ૨૦૧૯માં ગુજરાતના ૧૪ ખેલાડીઓની
પસંદગી થઇ છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૩થી દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ કરે છે.
દિવ્યાંગ રમતવીરો માટે યોજાતો સ્પેશ્યલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૧૯ (માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટે) આગામી તા.૧૪ થી ૨૨ માર્ચ ૨૦૧૯ દરમિયાન અબુધાબી ખાતે યોજાશે. જેમાં ૧૯૨ દેશના ૭૫૦૦ થી વધારે એથલેટ્સ ભાગ લેનાર છે જે પૈકી ભારતની ટીમમાં ગુજરાતના ૧૪ ખેલાડીઓ ભારતનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, દિવ્યાંગ રમતવીરો માટેના સ્પેશ્યલ મહાકુંભમાં મૂકબધિર, પ્રજ્ઞાચક્ષુ, માનસિક ક્ષતિગ્રસ્ત અને શારિરીક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ ભાગ લઇ શક્તા હોય છે.
લોસ એન્જલસ ખાતે યોજાયેલ સ્પેશ્યલ ઓલિમ્પિક સમર ગેમ્સ ૨૦૧૫માં ગુજરાતે ૨૫ મેડલ્સ મેળવ્યા હતા જેમાં ૪ ગોલ્ડ, ૧૧ સિલ્વર, ૧૦ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તેમજ પેરા એશિયન ગેમ્સ ૨૦૧૮માં કુ.પારૂલ પરમારે બેડમીન્ટન સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમને રૂા.૩૦ લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર, કુ.ભાવીના પટેલ અને કુ. સોનલ પટેલે ટેબલ ટેનિસ વુમન ડબલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો તે બંનેને પણ રૂા.૧૦-૧૦ લાખના ખેલ પ્રતિભા પુરસ્કાર આપવામાં આવ્યા છે.