સ્મૃતિ ઈરાનીએ ભ્રષ્ટાચાર કરો પણ તપાસ ન થઈ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ખેડા જિલ્લાના દત્તક લીધેલાં મઘરોલ ગામમાં કામો માટે અપાયેલી ગ્રાન્ટમાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હતો. મંત્રી સ્મૃતિ ઈરાનીના અંગત સચિવની ભલામણથી કોન્ટ્રાક્ટ અપાયાં હતાં. તે કામો થયા ન હોવાથી 2 જૂન 2018માં કોંગ્રેસે સ્મૃતિ ઇરાનીની રાજીનામાની માંગ કરી હતી. તેમની સામે 5 મહિના થયાં છતાં ગુજરાત સરકારે કોઈ પગલાં લીધા નથી કે તપાસ પણ કરી નથી. ત્યાર બાદ કોંગ્રેસ કોર્ટમાં ગઈ હતી.

ગામના કામો માટે જવાબદારી કલેક્ટરની હોય છે. કોંગ્રેસે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી કરી હતી જેના પગલે વહીવટી તંત્ર તપાસ કરવા માટે કહ્યું હતું. ખેડાની શારદા મજૂર કામદાર સહકારી મંડળીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેમાં વ્યાપક ગેરરીતીઓ થઇ હતી. જે કામો દર્શાવાયા હતાં તે કામો થયા જ ન હતાં.

આણંદ કલેક્ટરે શારદા મજૂર કામદાર મંડળી પાસેથી મૂળ રકમ રૃા.2.96 કરોડ ઉપરાંત 18 ટકા વ્યાજ સાથે કુલ મળીને રૃા.4.08 કરોડ વસૂલ કરવા આદેશ કર્યો હતો. આખાય પ્રકરણમાં કોઇ પગલાં લેવાયા નથી. તે નાણાં જમા થયા નથી.

આ પ્રકરણમાં મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ હોવાથી ઊંડી તપાસ થતી નથી. એક કામ અનેક વખથ કરાયા હોવાનું બતાવે છે. પણ થયા નથી. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે.