સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર દાદી જાનકી શું કહે છે ?

દેશની પરિસ્થિતી વિપરીત છે. અસ્વચ્છતા, ગંદગી, દુર્ગધ આપણા દેશની એક મોટી સમસ્યા છે. આ માટે ગરીબી, વસ્તી વધારો, લોકોની ગંદી આદતો, સ્વચ્છતા માટેની જાગરૂકતાનો અભાવ તેમજ શિક્ષણનો અભાવ છે. આપણા દેશમાં 40% થી પણ વધુ ઘરોમાં શૌચાલય નથી. 50% થી વધુ લોકો ખુલ્લામાં શોચક્રિયા કરે છે. કચરો ગમે ત્યાં ગમે તેમ ફેંકવો; ગમે ત્યાં થુંકવું; પાન મસાલાના કે માવાના પાઉચ કે કાગળો ગમે ત્યાં ફેંકવા; કેળા ખાઇ તેની છાલ રોડ પર ગમે ત્યાં ફેંકવી; ખુલ્લામાં કોઇ જાતની શરમ રાખ્યા વગર પેશાબ કરવો વગેરે આપણાં દેશની રોજબરોજની સામાન્ય બાબત છે. આવી પરિસ્થિતીમાં આપણે આપણા દેશને કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ ?

છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી સરકારો પણ સ્વચ્છતા માટે જાગૃત થઇ છે. છેલ્લા દશ વર્ષ જે યુપીએ સરકારે સ્વચ્છતા માટે નિર્મલ ભારત અભિયાન શરૂ કરેલું હવે એનડીએ ની સરકાર નવેસરથી તેણે “સ્વચ્છ ભારત અભિયાન” યોજના બનાવી છે. 2019માં ગાંધીજીના 150માં જન્મદિવસ અભિયાન પરું થશે. ગાંધીજીને જયારે સવાલ પુછવામાં આવ્યો કે સ્વચ્છતા કે સ્વતંત્રતા આ બે માંથી તમારી પ્રથમ પસંદગી કે પ્રાથમિકતા કઇ છે? તેમની પ્રાથમિકતા હંમેશા સ્વચ્છતા રહી છે. તેઓ દ્રઢપણે માનતા હતા કે સ્વચ્છતા હશે તો જ

‘બ્રહમાકુમારી વિશ્વવિદ્યાલય’ જે એક બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, તે પણ એક સ્વચ્છ, નૂતન, સ્વર્ણિમ દુનિયાની સ્થાપનાના લક્ષ સાથે આ અભિયાનમાં તેની વિવિધ પાંખો દ્વારા મહત્વનો સહયોગ આપી રહી છે. રાજયોગના શિક્ષણ દ્વારા બાહય તેમજ આંતરિક બન્ને પ્રકારની સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે કટીબધ્ધ છે. સંસ્થાના મુખ્ય સંચાલિકા બ્રહમાકુમારી જાનકીને ભારત સરકાર દ્વારા “સ્વચ્છતા અભિયાન” ના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા છે. આબુ રોડ રેલ્વે સ્ટેશન  સ્વચ્છ ને સુંદર બનાવવા બ્રહ્માકુમારીઝ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે.