સ્વામિનારાયણ મંદિરમાં છપાયેલી રૂ.1.26 કરોડની નકલી નોટ પ્રકરણ એક રહસ્ય

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશ વિવાદમાં રહેતો આવ્યો છે. એક સાધુ મંદીરની અંદર જ રૂ.1.26 કરોડની નકલી નોટો છાપતો પકડાયો હતો. નકલી નોટો છાપવી તે દેશ વિરોધી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. પણ આ સાધુ મશીન સાથે પકડાયો ત્યારથી તે એક રહસ્યમય કથાનું પાત્ર બની ગયો છે. તેની સાથે પોલીસે પણ પોતાની સામે અનેક રહસ્યો ઊભા કરી દીધા છે.

વડતાલ મંદિર માટે જે રાજકીય રમતો રમવામાં આવી અને તેના અનેક સાધું કૌભાંડોમાં પકડાયા ત્યારથી ભક્તોમાં શંકા ઊભી થઈ છે કે ધર્મમાં આવું કઈ રીતે હોય.

ગુજરાતમાં  1 કરોડ રૂપિયાથી વધુની નકલી નોટો નબેમ્બર 2019માં મળી આવી હતી. સુરત  પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. બાતમીદારો પાસેથી બાતમી મળતાં પોલીસે સૌ પ્રથમ અહીં રહેતા 19 વર્ષિય પ્રતિકની ધરપકડ કરી હતી. 2000 રૂપિયાની કુલ 203 નકલી નોટો પકડી હતી.

આ શખ્સે પોલીસને જણાવ્યું હતું કે આ કૌભાંડ ખેડા જિલ્લાના આંબાવા ગામના સ્વામિનારાયણ મંદિર સંકુલના એક ઓરડામાંથી ચલાવવામાં આવી રહ્યું હતું. બાતમી મળતાની સાથે જ પોલીસે 24-11-2019 તમામ આરોપીઓને મંદિરમાંથી પકડી લીધા હતા.

નકલી નોટો ઉપરાંત બનાવટી ચલણ છાપવાના મશીનો પણ મળી આવ્યા હતા. પોલીસે 5 આરોપીઓ પાસેથી રૂ. 2000 ની 5,013 નકલી નોટો મળી હતી. આ કેસમાં પોલીસે ધરપકડ કરેલા 5 લોકોમાંથી સ્વામિનારાયણ મંદિરના પૂજારી રાધારમણ સ્વામી હતા. રાધારમણ મંદિરના તે જ રૂમમાં રહેતો હતો જેમાં નકલી ચલણની છાપકામ મશીન છુપાયેલું હતું. પોલીસે આ ઓરડામાંથી રૂ .2000 ની 2,500 ની નકલી નોટો મળી હતી.

રાધારમણ અને પ્રતિક સિવાય જે લોકો આ કેસમાં ઝડપાયા છે તેમાં પ્રવિણ જે. ચોપરા, તેનો પુત્ર કાળુ પ્રવીણ ચોપરાનો સમાવેશ થાય છે. અંકલેશ્વર સ્થિત તેના ઘરમાંથી અન્ય એક વ્યક્તિ મોહન માધવની ધરપકડ કરી છે. મોહન માધવ પાસેથી રૂપિયા 12 લાખની નકલી નોટો મળી આવી હતી. આ તમામ આરોપીઓ પાસેથી બનાવટી નોટો 1 કરોડ રૂપિયાથી વધુની નકલી નોટો મળી આવી હતી.

50 ટકામાં નકલી નોટ આપતાં હતા

બજારમાં ડુપ્લિકેટ નોટ ઘુસાડવાનું એક આયોજનબધ્ધ નેટવર્ક ચલાવવામાં આવતું હતું. જેમાં 50 ટકામાં નોટ આપવામાં આવતી હતી. રૂ. 1 લાખની ચલણી નોટ માટે 50 હજાર ચૂકવવાના હોવાથી, બેઠક કરીને સોદો કરવામાં આવો હતો. આ નેટવર્કમાં કેટલાક ફોલ્ડર પણ રાખવામાં આવ્યા હતા. લોકો ખાનગી રીતે શિકારને શોધી લાવી, લાલચ આપી અને ડુપ્લિકેટ નોટની ડીલ ફાઇનલ કરી આપતાં હતા. જે રીતની ડીલ હોય તે મુજબ નોટ છાપવામાં આવતી હતી.

નવરાત્રી દરમિયાન ડુબલીકેટ નોટ છાપવાનું શરૂ કર્યું હોવાનું બહાર આવ્યું છે. અને તેઓનો અંદાજ એવો હતો કે એક કરોડ ની નોટ બજારમાં ફરતી થઇ જશે તો તેઓને 50 લાખ નો નફો થશે અને તે સરખે હિસ્સે વહોંચવાના હતા. પરંતુ અત્યાર સુધીમાં માંડ પાંચ નોટ બજારમાં ગઈ છે.

પોલીસની આસપાસ શું છે ઘુંટાતું રહસ્ય ?

પત્રકાર પરિષદમાં પોલીસ પ્રવક્તાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ ગુનામાં ભીનું સંકેલવામાં આવી રહ્યું છે તે અંગે શું કહો છો. ત્યારે ઉત્તર આપ્યો હતો કે, “ભીનું સંકેલાયું હોવાનું મિડિયાનું મંતવ્ય છે. પણ રોજે રોજની માહિતી અમે જાહેર કરીશું.” એવું પોલીસે કહ્યું પણ પછી તે જાહેર કર્યું નથી.

પોલીસ આસપાસ અનેક રહસ્ય ઊભા થયા છે.

નોટોનું રહસ્ય ઘેરું બની ગયું છે ?

પોલીસનું કહેવું છે કે બનાવટી ચલણના આ ધંધા દ્વારા તેઓએ અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે તે જાણવા આ કેસમાં અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. પણ હજું સુધી ખરેખર કેટલી નોટો પકડાઈ છે અને કેટલાં રૂપિયા છાપવામાં આવ્યા છે તે ક્રાઈમ બ્રાંચે જાહેર કર્યું નથી. શું છે રહસ્ય ?

પોલીસ આ સમગ્ર કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે અને તેના તાર ક્યાં સુધી પહોંચેલા છે તેની વિગતો મેળવી તે રહસ્ય છે

આરોપી પ્રવીણ ચોપડા સામે બનાવટી નોટોના 10 ગુના નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું છે. આમ સ્વામિનારાયણ મંદિરમાં છપાતી નોટો ખરેખર કેટલી છાપવામાં આવી તે અંગે વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

રીમાન્ડમાં ખરેખર શું થયું ?

ચાર દિવસના રીમાન્ડ ઉપર સોંપ્યા હતા. રીમાન્ડ દરમિયાન કેટલીય ચોંકાવનારી હકીકતો સપાટી પર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. બનાવટી નોટો પ્રસાદના બોક્સમાં પેક કરીને પ્રવિણના બન્ને પુત્રો કાપડની થેલીમાં સુરત લઈ આવતા હતા. ખેડાથી તેઓ ટ્રેન અથવા તો પ્રાઈવેટ વાહનમાં આવતા હતા.

ઓરડીમાં રંગીન છાપકામ કરતાં ફોટો નકલ મશીન અને લેઝર પ્રીન્ટરની નોટો ક્યાં ક્યાં, કેટલી અને કેવી રીતે સપ્લાય કરી છે, મશીન ક્યાંથી લાવ્યા અને કેવી રીતે છાપતા હતા જેવી બાબતો જાહેર થઈ નથી.

ક્રાઇમબ્રાંચની એક ટીમ સ્વામી રાધારમણના મિત્ર મોહન માધવ વાઘુરદેને લઈને તેના ઘરે અંકલેશ્વર ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં જઈ તપાસ કરી હતી.

પોલીસે કબજે કર્યા  પછી તેની બજાર કિંમત શૂન્ય થઈ જાય છે.

રાધારમણ સ્વામીના અનેક મોટા નેટવર્ક હતા. ત્યારે રાધારમણ સ્વામી આશ્રમનો સુપેરે ઉપયોગ કરી લેતા હતા. છેલ્લા બે મહિનાથી આશ્રમમાં ડુપ્લીકેટ નોટો છાપવામાં આવી રહી હતી.

સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી આવી પછી શું થયું ?

સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી સહિતની એજન્સીઓ સુરત ક્રાઇમબ્રાંચની ઓફિસે આવી હતી. રાધારમણ સ્વામી, માસ્ટર માઇન્ડ પ્રવિણ ચોપડા સહિત પાંચેયની લગભગ 3થી 4 કલાક સુધી એજન્સીઓએ પૂછપરછ કરી હતી. જેમાં ડુપ્લીકેટ નોટો કયા કયા સપ્લાય કરી અને અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરી હતી. પણ પછી શું થયું તેની કોઈ માહિતી નથી. હજુ ઘણી વિગતો જાહેર થવી જોઈતી હતી તે થઈ નથી.

કચ્છથી ચાલતાં નેટવર્કની ચર્ચા ફરી જોરમાં

કચ્છ જિલ્લામાં ચર્ચા-વાતો અનુસાર ખેડા જિલ્લામાં એવા કેટલાક ઉદ્યોગપતિઓ પણ છે, જેમણે આ પ્રકારનું નોટ છાપવાનું મશીન વસાવ્યું છે. આ ઉદ્યોગપતિઓ દ્વારા કચ્છથી ડુપ્લિકેટ નોટનું એક નેટવર્ક લાંબા સમયથી ચલાવવામાં આવે છે. જોકે જિલ્લા પોલીસ દ્વારા આ મામલે કોઇ દિવસ ગંભીરતાથી તપાસ જ કરવામાં આવી નથી.

ફોનની વિગતોનું શું થયું ?

બીજી તરફ સ્વામી અને પ્રવિણ ચોપડાના ઈન્ટરનેશનલ કનેકશન છે કે કેમ તે અંગે પણ સ્વામી અને પ્રવિણ સહિત તમામની કોલ ડિટેઇલ્સના આધારે તપાસ થવાની હતી.

અભણ છતાં કમ્પ્યુટર જાણતાં હતા ?

પૂછપરછ દરમિયાન સ્વામીના ભણતરની વાત ખુલતા પોલીસ પણ નવાઇ પામી હતી. માત્ર ધોરણ 3 ભણેલો માણસ મોબાઇલ ફોન પણ યોગ્ય રીતે વાપરી નથી શકતો ત્યારે આ સ્વામી કોમ્પ્યુટરની મદદથી નકલી નોટો છાપવાનો ધંધો ચલાવતો હતો. સ્થાનિકોમાં ચર્ચા છેકે, અન્ય કોઇ વ્યક્તિ સ્વામીને આ નકલી નોટો છાપવા માટે ચોક્કસ રકમ આપતું હશે.

ખેડા પોલીસ ઊંઘતી રહી

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આવીને સાધુની ધરપકડ કરીને લઈ ગઇ હતી. પરંતુ બપોરે 12 વાગ્યા સુધી આ ઘટનાની જાણ જિલ્લા પોલીસને ન હતી. જ્યારે મીડીયા દ્વારા આ બાબતે પોલીસને પુછપરછ કરવામાં આવી ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટના સંબંધે તપાસ હાથ ધરી હતી. બે મહિનાથી ડુપ્લિકેટ નોટનું નેટવર્ક ચાલતું હોવાનું સ્થાનિક પોલીસને ખબર જ નથી. સ્થાનિક પોલીસને આ નેટવર્કની ગંધ જ નહોતી આવી.

જિલ્લાના અન્ય આશ્રમોની નિયમિત તપાસ જરૂરી

ખેડા જિલ્લામાં આવા અનેક આશ્રમ અને મંદિરો આવેલા છે જેમાં ખાસ કોઇ લોકોની અવરજવર હોતી નથી. ત્યારે આ મંદિરો અને આશ્રમોની પણ સ્થાનિક – જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે. ધર્મની આડમાં ચાલતાં ગોરખધંધા મામલે પોલીસ પણ ગંભીરતાથી કાર્યવાહી કરે તે જરૂરી છે.

મંદિરમાં ગોરખધંધા, ભેદ-ભરમ 

અંબાવમાં વડતાલ સંચાલિત સ્વામિનારાયણ આશ્રમ ચલાવતાં રાધારમણ સ્વામી છેલ્લા બે મહિનાથી આશ્રમની પોતાની રૂમમાં જ ડુપ્લિકેટ નોટનું મશીન લઇ આવીને, નોટ છાપતો હતો. ગામમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાઓથી સંતો એક અંતર રાખે છે, જોકે આશ્રમમાં તો નિયમિત રીતે મહિલાઓ અને યુવતીઓ આવતી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. આશ્રમની આડમાં ડુપ્લિકેટ નોટ છાપવાની સાથે સાથે ગોરખધંધા ચાલતાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. આશ્રમ ‘સાચવી’ રહેલા પ્રેમનંદન સ્વામીએ ભેદી મૌન સેવી લીધું છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ જો આ મામલે તપાસ કરવામાં આવે તો અનેક મોટા પર્દાફાશ થવાની સાથે સાથે મોટા માથાના નામ ઉઘાડા પડી શકે તેમ હતું.

12 વર્ષના બાળકને સેવક તરીકે રાખ્યો છે

સ્વામિનારાયણ આશ્રમમાં મહારાષ્ટ્રના એક ગામના 12 વર્ષના બાળકને સેવક તરીકે રાખવામાં આવ્યો છે. આ બાળકને પણ રાધારમણ લઇને આવ્યો હોવાની ચર્ચા છે, ત્યારે આ મામલે પણ જિલ્લા કક્ષાએથી તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

ગામમાં ચર્ચાઓ એરણે

અત્યાર સુધી ધર્મના નામે મૌન રહીને, સ્વામીને માન આપતાં ગ્રામજનોમાં આશ્રમના નામે ગોરખધંધા ચાલતાં હોવાની દબાવેલી ચર્ચા હવે ખુલીને થવા લાગી છે. છેલ્લા 35 વર્ષથી આશ્રમના નામે શું કરવામાં આવતું હતું, તેને લઇને પણ તપાસ થાય તે જરૂરી છે.

વડતાલ સ્વામીનારાયણ મંદિર

વડતાલ મંદિર સાથે કોઇ લેવાદેવા ન હોવાનું ધર્મનું જૂઠાણું

આ મામલે વડતાલ સ્વામિનારાયણ મંદિરના શ્યામ સ્વામીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, “આ મંદિર ખાનગી ટ્રસ્ટ હસ્તકનું છે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયને મંદિર સાથે કોઇ જોડાણ નથી.” જો વડતાલ મંદિર રાધારમણ અને અંબાવ મંદિર સાથે જોડાણ સ્વિકારતાં ભલે ન હોય, તસવીરો તેનો પુરાવો છે.

રાધારમણ સ્વામી વડતાલ સંપ્રદાયના સંત

રાધારમણ સ્વામી મૂળ મહારાષ્ટ્રના જલગાવના રહીશ છે.અને વર્ષો પહેલા વડતાલ તાંબાના સંત બન્યા હતા.આ બાદ તેઓ વડોદરા ખાતે આવેલ કલાલી ગામના સ્વામીનારાયણ મંદિરમાં પાંચ વર્ષ સુધી સેવાઓ આપી હતી.આ બાદ તેઓ છેલ્લા 12 વર્ષથી ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામની સુખીની મવાડી ખાતે સ્વામિનારાયણ મંદિર બનાવવાનુ શરૂ કર્યુ હતુ. તેમજ આસપાસની જમીન ઉપર આશ્રમ બનાવ્યો હતો. તેમના રાધારમણ સ્વામી પ્રેમાનંદ સ્વામી સાથે રહેતા હતા

મંદિરની વેસબાઈટ પર રાધારમણ

પરંતુ બીજી તરફ વડતાલ મંદિરની તસવીરોમાં સાબિતી છે કે મંદિરની વેબસાઈટ પર રાધારમણની તસવીરો હતી. વડતાલ મંદિરની વેબસાઈટ પર જ અંબાવ મંદિરના ખાતમુહૂર્તની તસવીરો મૂકી હતી.  કૌભાંડી રાધારમણ ચેરમેન દેવસ્વામી સાથે પૂજા કરતો હોય તેવી તસવીર વેબસાઈટ પર મૂકાયેલી હતી. 12 માર્ચ, 2015ના રોજ અંબાવના મંદિરના ખાતમુહૂર્તિની આ તસવીર છે.

વડતાલની ચૂંટણીની યાદીમાં નામ

વડતાલ મંદિરે ચૂંટણી સમયે તમામ સંતોનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં કૃષ્ણચરણદાસજીના સેવક તરીકે રાધારમણનો નંબર 122માં ક્રમે છે. પ્રેમનંદનદાસજીનો ઉલ્લેખ 123માં ક્રમે કરાયેલો છે, જેઓ હાલ અંબાવ આશ્રમમાં રાધારમણના ગુરુ છે.

વચનામૃત

બીજો એક પુરાવો વડતાલમાં હાલમાં ઉજવાયેલા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકામાં જોવા મળ્યો છે. વડતાલ તાબાનાં તમામ મંદિરોના સંતોનાં નામનો ઉલ્લેખ હતો, જેમાં રાધારમણ સ્વામીનો ઉલ્લેખ કરાયો હતો.

રાધારમણ સ્વામી મૂળ મહારાષ્ટ્રનો વતની

સાધુ રાધારમણ સ્વામી મૂળ મહારાષ્ટ્રનો વતની છે. 1991માં તે સંસાર છોડી દઈ સાધુ બની ગયો હતો. ખેડા જિલ્લાના અંબાવ ગામે સ્વામિનારાયણ મંદિરમાં સાધુ રાધારમણ સ્વામી છેલ્લા 15 થી 20 વર્ષથી રહેતો હતો. જે જગ્યા પર તે રહેતો હતો, તે જગ્યા પણ વિવાદિત હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે.

ઢોંગી સાધુનો વૈભવી ખંડ

રૂમમાં ઘણીબધી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી. ગોરખ ધંધાઓ ચલાવતો સ્વામી અહીં વૈભવી લાઇફ જીવતો હતો. સ્વામીના રૂમમાં 50 ઇંચની એલઇડી સ્માર્ટ ટીવી, કપડાં ધોવા માટે વોશિંગ મશીન, આરામ કરવા માટે સોફા, 1.5થી 2 ટનનું એસી તેમજ બાથરૂમની પણ વ્યવસ્થા છે.

ડુપ્લીકેટ નોટ મામલે મુખ્ય સૂત્રધાર પ્રવિણ ચોપડા, તેનો પુત્ર કાળુ, મિત્ર મોહન વાઘુરડે, પ્રતિક ચોડવડીયા અને રાધારમણ સ્વામીની હાલમાં પોલીસ રિમાન્ડ પર છે. જ્યારે પ્રવિણનો અન્ય પુત્ર પ્રદીપ પ્રવિણ ચોપડાને શોધવા માટે પણ ક્રાઇમબ્રાંચની ટીમ કામે લાગી છે. નજીકના દિવસોમાં તે પણ પકડાય શકે તેવી શકયતા છે.

4 વર્ષથી મંદિર બનતું હતું

4 વર્ષથી મંદિર નિર્માણાધીન છે. છેલ્લા બે મહિનાથી અહીં સુરતના લોકોની અવર-જવર વધી ગઈ હતી, પરંતુ ધાર્મિક સ્થળ હોવાને કારણે કોઈએ ના પાડી નહીં.

કોની પાસેથી કેટલી નોટો મળી

નવરાત્રિમાં નોટ છાપવાનું ચાલુ કર્યું હતું. પકડાયેલી વ્યક્તિઓ પાસેથી કેટલી કિંમતની નોટો મળી આવી છે તેની વિગતો પણ આપી છે.

પ્રતીક દિલીપ ચોડવાડીયાઃ રૂ. 4.06 લાખની કિંમતની 2 હજારના દરની 203 નકલી નોટ. ૧૯ વર્ષિય યુવક પ્રતિક દિલીપભાઇ ચોડવડીયા, (રહે. સહજાનંદવીલા સોસાયટી, ગામ-કસમડા, તા.કામરેજ જિ. સુરત મુળ રહેતો અમરેલી જિલ્લાનો)ની ધરપકડ કરી હતી

કાળુ ચોપરાઃ  રૂ. 15 લાખની કિંમતની 2 હજારના દરની 750 નકલી નોટ

મોહન માધવ વાધુરડેઃ રૂ.12 લાખની કિંમતની 2 હજારના દરની 600 નકલી નોટ

પ્રવિણ જેરામ ચોપરાઃ  રૂ. 19 લાખ 20 હજારની કિંમતની 2 હજારના દરની 960 નકલી નોટ

રાધારમણ સ્વામીઃ રૂ. 50 લાખની કિંમતની 2 હજારના દરની 2500 નકલી નોટ

આશ્રમની જમીન એન.એ. પણ થઇ નથી

અંબાવ ખાતે આવેલ આશ્રમ ગળતેશ્વર તાલુકાના એક પટેલે આ જમીન મંદિરને દાનમાં આપી હતી. ભૂતકાળમાં ખેતીની જમીન બિન ખેતી થઈ ન હતી. તેમ છતા મંદિર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું.