સુરતના વેડરોડના સ્વામીનારાયણ ગુરૂકુળ છાત્રાલયમાં રહેતા 13 વર્ષના વિદ્યાર્થી પાસે સ્વામી પતિતપાવનએ હસ્તમૈથુન કરાવવાની કોશિશ કરી હતી. 40 વર્ષના સ્વામીની વિકૃત હરકત કરાતા હેબતાઇ ગયેલા વિદ્યાર્થીએ માતાને વાત કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. કતારગામ પોલીસે છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધતા જ સ્વામી પતિતપાવન ફરાર થઇ ગયો હતો.
વિદ્વાર્થીના પિતા વિદેશમાં રહીને હીરાનો વ્યવસાય કરે છે.
પતિતપાવને એસીની સ્વીચ બંદ કરવાના બહાને પોતાના રૂમમાં બોલાવ્યો હતો. રૂમમાં આવતા જ લાઇટ બંધ કરી દીધી હતી. અંધારામાં વિદ્યાર્થી સાથે અડપલાં કરવાનું શરૂ કર્યુ હતુ. સ્વામીએ બળજબરી કરી હસ્તમૈથુન કરાવવાની પણ કોશિશ કરી હતી.
પોલીસે ગુરૂકુળના સીસીટીવી ફૂટેજ મેળવવા સાથે સ્ટાફના નિવેદન લેવાની કવાયત હાથ ધરી છે.
આ અગાઉ 23 ઓક્ટોબર 2018માં વેડરોડ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ સામે બળાત્કારની ફરિયાદ
20 વર્ષની યુવતીએ નોંધાવી હતી. મેડીકલ ટેસ્ટ માટે સિવિલ લઇ જવાઇ હતી. સ્વામિનારાયણ મંદિરના સાધુની લંપટલીલા સામે આવી હતી. યુવતીની માતાના હાથમાં ફેકચર થયું હતું. તેમની મુંબઇ સારવાર કરવાની હોવાથી ખર્ચ વધી ગયો હતો. યુવતીને સાધુએ મદદ કરવાની લલાચ આપી 15 દિવસમા બ2 વખત બળાત્કાર ગુજાર્યો હતો.