હજુ 8 સિંહ પર મોતનું જોખમ

દલખાણીયાની સરસીયા વીડીમાં એક જ 22 સભ્યોના સિંહ કુટુંબના 13 સિંહના મોત થયા છે. ઈન્‍ફેકશનથી મોતને ભેટેલા સિંહોએ કોઈ બીમાર પશુને આરોગતા ઈન્‍ફેકશન ફેલાયાનું નિવૃત વનકર્મીઓ જણાવી રહ્યાં છે. બીજા 9 સિંહ પર મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. ગીરકાંઠાના લોકોમાં આ કારણે વન અધિકારી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. હજુ જે 9 સિંહ જીવે છે તેમના પર પણ મોતની લટકતી તલવાર છે. બિનગુજરાતી વન અધિકારીઓ ઢાંકપિછોડો કરવામાં વ્‍યસ્‍ત વન વિભાગ તેની મદદ લેવાનું ટાળી રહ્યું છે. ગીરનાં જંગલમાં 30 વર્ષ સુધી નિષ્ઠાથી ફરજ બજાવનાર નિવૃત વનકર્મીઓ ઘ્‍વારા સિંહો બચાવવા સ્‍વખર્ચે આગળ આવવાની પહેલ કરી છે. 9 સિંહો પર પણ ઈન્‍ફેકશનનો ખતરો મંડરાઈ રહૃાો છે ત્યારે વનવિભાગથી સિંહો ન સચવાતા હોય તો લોકોને સોંપી દેવા પ્રચંડ માંગ ઉઠવા પામી છે.

ગીરના તજજ્ઞનોના મતાનુસાર આ સિંહના ગૃપે કોઈ બીમાર પશુ અથવા જીવાત પડી ગયેલ પશુઓને આરોગતા સિંહોના ફેફસામાં ઈન્‍ફેકશનના કારણે મોત થયાનું જણાવી રહૃાાં છે. આ ગૃપ સાથે જ મારણ આરોગતું હોય છે. જો એક સિંહને આવા કારણથી મોત થયું હોય તો બાકીના સિંહોને પણ આજ બીમારી અથવા ઈન્‍ફેકશન લાગ્‍યું હોવું જોઈએ. આમ બીજા 9 સિંહો પર પણ ઈન્‍ફેકશનનો ખતરો છે. અંદરની વાત બહાર આવી જાય તેના ડરથી ડીએફઓ નિવૃત્ત વન કર્મીઓની મદદ લેવા તૈયાર નથી. લોકો આપબળે, સ્‍વખર્ચે સિંહોની રક્ષા કરવા તૈયાર છે. ગુજરાતના ગૌરવની રક્ષા માટે અમારે કરોડોની સરકારી ગ્રાન્‍ટ કે લાખોના પગાર જોતા નથી. ત્‍યારે બાકી બચેલા આ ગૃપના 8 થી 9 સિંહો બચી જાય તેવી પ્રાર્થના, દુઆ લોકો કરી રહૃાા છે.