કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાશે, તેઓ 29 જાન્યુુઆરીએ અમદાવાદમાં શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાઇ શકે છે, છેલ્લા ઘણા સમયથી અટકતો હતી કે બાપુ ગુજરાતના રાજકારણમાં કંઇક નવું કરશે અને હવે સમાચાર આવ્યાં છે કે તેઓ એનસીપીનો હાથ પકડશે, અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસથી નારાજ શંકરસિંહે પાર્ટી છોડી દીધી હતી અને લોકસભા 2019ની ચૂંટણી પહેલા તેમને બધાને ચોંકાવી દીધા છે.
શંકરસિંહના પુત્ર પણ એનસીપીમાં જોડાય તેવી શક્યતા
બાયડના પૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અગાઉ ભાજપમાં જોડાયા હતા અને બાદમાં તેઓએ રાજીનામું આપી દીધું હતુ, અને હવે તેઓ એનસીપીમાં જોડાય તેવી શક્યતા છે, જો કે હજુ સુધી તેઓ શું રણનીતિ અપનાવશે તે સ્પષ્ટ થઇ શકયું નથી