હરિદ્વારમાં નવરાત્રી 13 વર્ષથી થાય છે

જયાં વસેએક  ગુજરાતી ત્યાં વસાવે ગુજરાત આ વાક્ય ને ચરિત્રાર્થ કરતા  દેવભૂમિ ઉત્તરાખંડ ના ગુજરાતી  હરિદ્વાર માં ગુજરાત નો ઉત્સવ નવરાત્રી છેલ્લા 13 વર્ષો થી ઉજવી રહ્યા છે  .શહેર  ની મધ્ય માં આવેલા દેવપુરા ચોક ખાતે હરિદ્વાર ,લકસર ,શિવાલિકનગર ,શાંતિકુંજ ,હરિપુર ના 250 થી વધુ પરિવારો સાથે મળી નવરાત્ર નો આનંદ માળે છે  .હરિદ્વાર ગુજ્જુ પરિવાર ના રાજેશ પાઠક ના અનુસાર 13 વર્ષો થી અહીં નવરાત્ર ગુજરાતી ઢબે થતા આવ્યા છે  .અહીં અમે સાથે મળી ગુજરાત ની  અસ્મિયતા ,સંસ્કૃતિ ને નવપેઢી સુધી પહોંચાડવા પ્રયત્ન શીલ છે  .આ આયોજન ની શુરુવાત જયારે સિડકુળ બન્યું ત્યારે એન્કર ના મહેશ ભાઈ દ્વારા થઈ ત્યારબાદ જતીન ગાંધી ,કેતન ઠક્કર તથા દિપક ઠક્કર ની ત્રિવેણી એ આ સંઘટન ને મજબૂતી આપવાનું કાર્ય કર્યું  . પાઠક ને વાંચી નવાઈ લાગેશે કે અહીં એક આખી ગલી નું નામ ગુજરાતી ગલી છે આ ગલી ના લોકો નવ દિવસ ગરબા માં આવનારા ને ગુજરાતી વ્યંજનો થી આંનદીત કરે છે  .
1970 ના દાયકા થી હરિદ્વાર માં રહેતા મૂળ સુરેદ્રનગર ના પવન દવે ના અનુસાર આ ગરબા થી અમે ફરી ગુજરાત ની સંસ્કૃતિ સાથે જોડાયા છે  .મારો 4 વર્ષ નો શિવાંશ ગરબા ની વર્ષ  ભર રાહ જુવે છે .ભલા મોરી રામા  ના દરેક સ્ટેપ એ કરી લે છે  .આ આયોજન ને સફળ બનાવવા માં અલ્પેશ પટેલ ,પ્રિતેશ પટેલ ,અજય ગઢવી ,મોન્ટુ ડેસરાની ,જય સોની,ડોલી બેન નાયક ,રાજેશ પ્રજાપતિ ,લહેર ભાઈ ,લક્ષમણ ભાઈ ,મિલન ભાઈ ,રમેશ ભાઈ,ગિરીશ ઠક્કર ,કિર્તન દેસાઈ જેવા પ્રમુખ રૂપે છે