હરી દેસાઈના વડપણની પત્રકારત્વની સંસ્થા તમામ 10 રેન્કમાં પ્રથમ

યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ ૧૦ ક્રમે આવનારમાં ૬ વિદ્યાર્થીનીઓ

અમદાવાદ: ગુજરાત વિશ્વ વિદ્યાલય દ્વારા નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૯માં લેવામાં આવેલી બૅચલર ઑફ જર્નલિઝમ ઍન્ડ માસ કમ્યૂનિકેશન (બીજેઍમસી)ની સૅમિસ્ટર-૧ની પરીક્ષામાં પ્રથમ દસેય રૅન્ક ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જર્નલિઝમ એન્ડ કમ્યૂનિકેશન (સીપી આઈજેસી)નાં વિદ્યાર્થીઓને ફાળે ગઈ છે.

વિશ્વવિદ્યાલયે જાહેર કરેલાં પરિણામ અનુસાર, નાગપુરના આચાર્ય અક્ષય ધર્મેન્દ્ર ૭.૭૭ એસજીપીએ (સેમેસ્ટર ગ્રેડ પોઈન્ટ એવરેજ) સાથે પહેલા ક્રમે આવ્યા છે.કચ્છ-ભૂજની ભિંડે વૈદેહી ચંદ્રકાંત ૭.૩૯ ગ્રેડ સાથે બીજા ક્રમે અને અમદાવાદની કૃપલાની ખુશી નાનક ૭.૩૧ ગ્રેડ સાથે ત્રીજા ક્રમે આવેલા છે. વિશ્નીવ વિદ્યાલયની પરીક્ષામાં પ્રથમ ૧૦ ક્રમે આવનારમાં ૬ વિદ્યાર્થીનીઓ છે. વિશ્વવિદ્યાલય પ્રથમ ૧૦ રૅન્ક મેળવનાર સીપી આઈજેસીનાં તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્સ્ટિટ્યૂટની સંચાલક સંસ્થા સરદાર વલ્લભભાઈ ઍજ્યુકેશન ટ્રસ્ટના ચૅરમૅન સિદ્ધાર્થ પટેલ અને ઈન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ.હરિ દેસાઈએ અભિનંદન પાઠવ્યાં હતાં.

વિશ્વવિદ્યાલયે પહેલીવાર ચાલુ વર્ષે શરૂ કરેલા ત્રણ વર્ષના બીજેએમસીના અભ્યાસક્રમ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને વિશાળ હરિયાળા સંકુલમાં સ્થિત ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટનાં બીજેએમસીનાં જે ૧૧ વિદ્યાર્થી વિશ્વવિદ્યાલયની આ પરીક્ષામાં પ્રથમ દસ ક્રમે આવ્યાં છે તેમનાં નામ અને ગ્રેડ આ મુજબ છે: (૧) આચાર્ય અક્ષય ધર્મેન્દ્ર ૭.૭૭ (૨) ભિંડે વૈદેહી ચંદ્રકાંત ૭.૩૯ (૩) કૃપલાની ખુશી નાનક ૭.૩૧ (૪) ગાલા આશીષ જયેશ ૭.૨૮ (૫) પંચોળી રુદ્રી પ્રેમલભાઈ ૭.૨૩ (૬) પટેલ આહના ઉન્મેશ ૭.૦૯ (૬) શેખ કૈફ કૈસર હસીબ અહશાન ૭.૦૯ (૭) દહાણુકર સિદ્ધિ સંજય ૭.૦૫ (૮) પટેલ દ્રષ્ટિ મુકેશભાઈ ૬.૯૮ (૯) લાલાણી રોનક સદરૂદીન ૬.૯૨ (૧૦) વાણિયા સાહિલ પ્રવીણભાઈ ૬.૮૭ . ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જર્નલિઝમ એન્ડ કમ્યૂનિકેશન (સીપી આઈજેસી)નાં મોટાભાગનાં વિદ્યાર્થી પણ સારા એસજીપીએ સાથે ઉત્તીર્ણ થયાં છે.