ધરતીની માટી વગર પણ ખેતી થઈ રહી છે. તેથી નાનકડી જગ્યામાં ઘરની અગાસી ઉપર ખેતી થઈ રહી છે. તેમાં પાણીની પણ જરૂર નથી હોતી. માટી વગર ખેતી હાઇડ્રોપોનિક્સ ટેક્નીકથી કરી શકાય છે. કોઇ છોડવાની ડાળખી પાણીભરેલી બોટલમાં રાખવાથી મૂળિયા ઊગી જાય છે અને ધીમે-ધીમે તે છોડ વધવા લાગે છે. આવું જ હાઇડ્રોપોનિક્સ ટેક્નીકમાં પણ હોય છે.
આખા વર્ષમાં 2 કરોડ પહોંચી ગયું ટર્નઓવર
આ ટેક્નીક દ્વારા મોટો નફો રળી શકાય છે. ચેન્નઈમાં રહેતા શ્રીરામ ગોપાલે આ ટેક્નીકને જાણ્યા પછી ત્રણ દોસ્તો સાથે મળીને 5-5 લાખ રૂપિયા રોકી ધંધો શરૂં કર્યો હતો. તેમણે જૂની ફેક્ટરીની ખરાબ પડેલી જમીન પર હાઇડ્રોપોનિક ટેક્નીકથી ખેતી શરૂં કરી હતી. 2015-16માં કંપનીનું ટર્નઓવર 38 લાખ રૂપિયા હતું. એક વર્ષમાં જ વધીને 2 કરોડ રૂપિયા થઇ ગયું. હવે ટર્નઓવર 6 કરોડ રૂપિયા સુધી જવાની અપેક્ષા છે.
શું કરવાનું હોય છે
– આ પ્રોસેસથી ફ્લેટ, ઘરમાં માટી વગરના છોડ અને શાકભાજી ઉગાડી શકાય છે.
– પાણીમાં લાકડાનો ભૂકો, રેતી કે કાંકરાઓને નાખવામાં આવે છે.
– છોડવાઓ માટે જરૂરી પોષકતત્વોનો ઘોલ તૈયાર કરવામાં આવે છે.
– છોડવાઓમાં ઓક્સિજન પહોંચાડવા માટે પાતળી નળી અથવા પમ્પિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.
– તેમાં જંતુનાશકનો ઉપયોગ બિલકુલ નથી થતો. ઉત્પાદન સામાન્યથી વધારે હોય છે.
– 200 સ્ક્વેરફૂટમાં ખર્ચો લગભગ 1 લાખ રૂપિયા થાય છે. 200થી 5 હજાર સ્ક્વેરફૂટમાં ખર્ચો 1થી 10 લાખ રૂપિયાની વચ્ચે થાય છે.
શું હોય છે પ્રોસેસ
– કોઇપણ છોડવા માટે ત્રણ વસ્તુઓ જરૂરી હોય છે. પાણી, પોષકતત્વો અને સૂર્યપ્રકાશ. આ ત્રણ ચીજો દ્વારા જ તમે છોડને વધારી શકો છો.
– તેમાં ઝાડ-છોડવા જે તત્વો જમીનમાંથી મેળવે છે, તેને ઉપરથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જરૂરી ખનિજ, પોષકતત્વોનો વિશેષ ઘોલ તૈયાર કરવામાં આવે છે. આ ઘોલનાં કેટલાંક ટીપા છોડવામાં નાખવામાં આવે છે.
– તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ, કેલ્શિયલ, સલ્ફર, ઝિંક અને આયર્ન દેવા તત્વોને એક ખાસ માપમાં મેળવવામાં આવે છે.
શરૂમાં કઇ ચેલેન્જ રહે છે?
– હાઇડ્રોપોનિક્સ ટેક્નીકમાં ટ્રેડીશનલ ખેતીના બદલે શરૂઆતનો ખર્ચ વધારે આવે છે. જોકે પછીથી તે સસ્તી પડે છે.
– આ પ્રોસેસમાં પાણીનો પંપ દ્વારા ફરી ઉપયોગ કરવામાં આવે છે. એવામાં વીજળીની સતત જરૂર પડે છે.
– શરૂઆતમાં લોકોને લાગે છે કે હાઇડ્રોપોનિક્સ ટેક્નીક વિશે ઘણું રિસર્ચ કરવું પડશે. ઘણુંબધું શીખવું પડશે, જ્યારે તેમાં કંઇ બહુ રિસર્ચ કરવાની જરૂર નથી. આસાનીથી તેને શરૂ કરી શકાય છે.
શું હોય છે ફાયદાઓ
– સામાન્ય ખેતીની સરખામણીએ 90 ટકા પાણી ઓછું વપરાય છે.
– માટી ન હોવાને કારણે અગાસી પર ભાર પડતો નથી. અગાસીની સાઇઝના હિસાબે કિટ મળી જાય છે.
– એરિયા અને જરૂરિયાત પ્રમાણે, તેની કિટ માર્કેટમાં મળી જાય છે.
– આ ટેક્નીકને એક એકરમાં લગાવવાનો ખર્ચ 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે.
– જો ઘરમાં 80 સ્ક્વેરફૂટમાં તેને લગાવવામાં આવે છે તો ખર્ચો 40થી 50 હજાર રૂપિયાની વચ્ચે થશે.