હાર્દિકની સામે આંદોલન કરીને ટીવી મિડિયામાં ચમકીને આગળ આવેલાં અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસ છોડવા પાછળ પણ હાર્દિક જવાબદાર હોવાની ખોટી માહિતી ફેલાવીને પોતાની કાળા મનસુબાના ગુબ્બારા પોતાના પાળેવા માણસો દ્વારા ફેલાવી રહ્યો છે. હાર્દિકના અનામત આંદોલન સામે શંકરસિંહ, ભરતસિંહ, અમિત શાહ, આનંદીબેન પટેલના હાથા તરીકે કામ કરતા અલ્પેશ હાર્દિક પટેલના કારણે આગળ આવ્યો હતો. ત્યાં સુધી ન તો તેને કોઈ ઓળખતું હતું કે ન તો કોઈ તેની ઠાકોર સેનાને ઓળખતું હતું. જેના થકી તે ઉજળો થયો તેના તપતા સૂર્ય પર ગોદડુ ઢાંકવાનો પ્રયાસ અલ્પેશ ઠાકોર કરી રહ્યાં છે. તેણે હાર્દિક પટેલ સામે તમામ અવરોધો ઊભા કર્યાં છતાં હાર્દિક પટેલે તેમને હંમેશા સાથે રાખેલા હતા. છતાં હવે પોતાના પાલતુ લોકો દ્વારા અફવા ફેલાવીને પોતાની નિષ્ફળતા છુપાવવા પ્રયાસ કરી રહ્યો છે.
હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થવાથી અલ્પેશ ઠાકોરનું કદ ઘટી ગયું હતું જેને લઇ અલ્પેશ નારાજ હતા.
લોકસભાની ટિકિટ ફાળવવા મુદ્દે અલ્પેશ ઠાકોરે પોતાના માણસો માટે ટિકિટ માંગી હતી. તેની માંગણી ન સ્વિકારી અને હાર્દિકની માંગણી સ્વિકારી લેવામાં આવી તે તેને મોટો આઘાત લાગ્યો હતો. કોંગ્રેસમાં અલ્પેશની નોંધ લેવાતી ન હતી.
ઠાકોરે માત્ર કોંગ્રેસના તમામ હોદ્દાઓમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી. તેમણે મીડિયાને એવું પણ જણાવ્યું છે કે અપક્ષ તરીકે તેઓ સરકારની સામે પોતાની વાત મુકતા રહેશે. તો બીજી બાજુ હાર્દિક પટેલ હજુ પણ એવું રટણ કરી રહ્યા છે કે અલ્પેશને મનાવવાના પ્રયત્નો ચાલુ છે.