ગુજરાતમાં ગાદી બચાવવા અને લોકસભા જીતવા માટે ભાજપ ઝનૂની બની રહ્યું છે, તો કોંગ્રેસ લોકસભામાં જીત માટે જંગ ખેલી રહ્યો છે. 2014માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે લોકસભાની તમામ 26 બેઠકો જીતી બતાવી હતી. પણ તેમના દિલ્હી ગયા પછી વિજય રૂપાણી વામણાં સાબિત થયા છે. જે 2017ની વિધાસભાની ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે. તેથી હવે 2019ની ચૂંટણી જીતવા માટે તેઓ હવે મરણીયા થયા છે અને તેમના સામે અવાજ ઉઠાવનારનો અવાજ બંધ કરી દેવા ગમે તે હદે થઈ શકે છે. છેલ્લાં બે દિવસથી ગુજરાતની સરકાર આવું જ કરી રહી છે. અનામત આંદોલન ચલાવી રહેલાં હાર્દિક પટેલને ગમે તે ભોગે નિષ્ફળ કરવા માટે રૂપાણી સરકાર અને તેમને પ્રધાનો ગમે તે હદે જઈ રહ્યાં છે. તેથી તો સરકાર સામેનો રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજ્યના બે આંદોલનકારીઓએ સરકારને પરેશાન કરી મૂક્યા છે. સરકાર તેનો વળતો જવાબ આપીને તેમને વધારે વળ પુરું પાડી રહી હોય એવું બે દિવસથી જોવા મળી રહ્યું છે. 25મી ઓગસ્ટે હાર્દિક પટેલના ઉપવાસ વખતે તે બળ વધારે વાપરશે એવું અત્યારના પગલાં પરથી લાગી રહ્યું છે. જો આમ જ ચાલશે તો જે નરેન્દ્ર મોદીએ મેળવ્યું હતું તે તેમના વારસદારો ગુમાવી દેશે. તેના માટે અમિત શાહ પોતે જવાબદાર હોવાનું કાર્યકરો માની રહ્યાં છે.
આમ તો સરકાર હવે ચારે બાજુ ઘેરાઈ ગઈ છે. કોંગ્રેસ પણ ગુજરાતમાં આંદોલન કરી રહી છે તેનાથી બચવા માટે હવે રૂપાણી સરકાર હાર્દિક પટેલ પર દમનનો કોરડો વિંઝી રહી છે. આમ કોંગ્રેસ કે ભાજપ ગમે તે ધમપછાડા કરે પણ તે બન્ને માટે ગુજરાતની ગાદી હાલ તો સાવ સલામત નથી. તેથી દમનનો રસ્તો અપનાવામાં આવ્યો છે. જેમાં જે પગલાં લેવામાં આવી રહ્યાં છે, તે સરકારને ભારે પડી શકે છે. ગુજરાત સરકારથી યુવાનો નારાજ છે.
રૂપાણી સરકારે અગાઉ જે ભૂલો કરી હતી અને વિધાનસભામાં માંડ સરકાર બનાવી શક્યા હતા તેવી જ ફરી ભૂલ કરી રહ્યાં છે. જે લોસભામાં ભારે પડી શકે છે.