હાર્દિકને નહીં ભાજપ સરકારને શરમ આવવી જોઈએ

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સમાપ્ત થયા પછી પ્રતિક્રિયા આપતા ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે  નલીયાકાંડની મીઠી ખારેકનાં કડવા ઠળિયાઓને તેમજ ૧૫૦૦ વાળા રોજમદારોને માલુમ થાય કે શરમ હાર્દિક પટેલને નહિ પણ……….,

રામનાં નામે દેશમાં હિંસાઓ કરાવી, નફરત ફેલાવી અને આજે આખા દેશ અને વિવિધ રાજ્યોમાં સત્તામાં હોવા છતાં રામમંદિરની વાત નથી કરતા એ બેશરમ લોકોને શરમ લાગવી જોઈએ.

કાળાનાણાનાં નામે ગરીબ લોકોને લાઈનમાં ઉભા રાખીને મારી નાખ્યા અને માલ્યા-મોદીને પ્લેનમાં બેસાડીને ભગાડી મુક્યા એ નાલાયકોને શરમ આવવી જોઈએ.

ભૂતકાળની સરકાર વિરૂદ્ધ જનલોકપાલ આંદોલનો ચલાવ્યા અને સત્તામાં પછી ભ્રષ્ટાચારમાં ૭૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો એ નપુંસકોને શરમ લાગવી જોઈએ.

૬૦ વાળા પેટ્રોલનો વિરોધ કરીને આજે ૮૦ વાળું પેટ્રોલ પબ્લિકને પધરાવી રહ્યા છે એ હલકટોને શરમ લાગવી જોઈએ.

કલમ ૩૭૦ નાં નામે દેશભરમાંથી સહાનુભુતિ મેળવી અને અટકયા ૩૭૭ ઉપર એવા સમલૈંગિક સંઘી ચડ્ડીઓને શરમ લાગવી જોઈએ.

હિંદુ-હિંદુ કરીને હિંદુઓ છેતરીને તેમના મત ઉપર સરકાર બનાવી વિજય રૂપાણી(લઘુમતી) અને અમિત શાહ(લઘુમતી)ને સત્તા આપી દીધી એવા છેતરપિંડીબાજોને શરમ લાગવી જોઈએ.

શરમ હાર્દિક પટેલને નહિ પણ વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને લાગવી જોઈએ જેઓ સત્તાની બખોલમાં છુપાઈને એક ૨૪ વર્ષના છોકરા સામે દાદાગીરી કરી રહ્યા છે.

મેં અગાઉ પણ કહ્યું હતું કે હાર્દિકની ભૂલ હોઈ શકે છે, ક્યાંક હાર્દિક ખોટો પણ હોઈ શકે છે પણ ભાજપ, આર.એસ.એસ, અમિત શાહ અને નરેન્દ્ર મોદી કરતા એક કરોડ વાર સારો છે એટલે એને સપોર્ટ આપવાનો છે. ઉંમર અને અનુભવમાં નાનો હોવાના કારણે ઘણી ભૂલો થવાની સંભાવના છે પણ હાર્દિક મેદાન છોડીને ભાગ્યો નથી એટલે એને વટથી સપોર્ટ છે.

અને સૌથી છેલ્લી વાત કે વગર માંગણી સંતોષાય ઉપવાસ ઉપરથી પારણા કરી લીધા એ હાર્દિક પટેલ માટે નહિ પણ ગુજરાત ભાજપની ગાંધીનગરમાં બેઠેલી ચોર-ટોળકી માટે શરમની વાત છે કે તમારા કાળા કરતૂતોનાં કારણે આજે તમે હાર્દિક જેવા યુવાનો સામે આંખમાં આંખ નાખી વાત કરવાની ઓકાત ધરાવતા નથી…ગુજરાત ભાજપની ચોરમંડળી આજે ૧૯ દિવસના ઉપવાસ ઉપર બેઠેલા છોકરા સામે ચર્ચા કરવાથી પણ ફાટે છે એ જ હાર્દિક પટેલની તાકાત છે.

દોસ્તો આ ઉપવાસ આંદોલન સફળ થયું છે….ઉપવાસ આંદોલનથી ગાંધીનગરમાં બેઠેલા નફફટોની નફ્ફટાઈ, ખાખી પાછળ છુપાયેલા દલાલોની દલાલી, અને દિલ્લીવાળાનાં ડુગડીયાની ચાવી ભરેલા રમકડાની નાગાઈ ગુજરાતના તમામ નાગિરકોને જોવા અને જાણવા તેમજ સમજવા મળી છે. તેમ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું.

https://m.facebook.com/story.php?story_fbid=2015223045210719&id=1474706139262415