ગુજરાતના 26 લોક સભા વિસ્તારમાં ચૂંટણી લડનાર 371 ઉમેદવારોમાંથી 38% ઉમેદવારો 40 સુધીની ઉંમરના છે, જે દર્શાવે છે કે યુવા પેઢી રાજકારણ તરફ આકર્ષાય છે. જે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીનો પ્રભાવ બતાવે છે. ઉંમરમાં 39 ટકા 41થી 60 વર્ષ વચ્ચેની ઉમર ધરાવે છે. 17 ટકા એવા છે કે જે 60 વર્ષની ઉપરની ઉંમર ધરાવે છે.
- ઉમેદવાર ઉમેદવાર કિન્નર છે. 371 માંથી માત્ર 28 8% મહિલા ઉમેદવારો છે.
- સૌથી વધુ કરોડપતિ મધ્ય ગુજરાતના 23 ઉમેદવારો છે. ત્યાર બાદ સૌરાસ્ટ્રમાં 20 ઉમેદવારો કરોડપતિ છે. દક્ષિણ ગુજરાતમાં 19 ઉમેદવારો અને ઉત્તર ગુજરાતમાં 9 કરોડપતિ ઉમેદવારો છે. કરોડપતિ 75 ઉમેદવારો છે, તેમાં માત્ર 7 મહિલાઓ કરોડપતિ છે. 371માંથી 20 ટકા ઉમેદવાર – 75 કરોડપતિ છે જેમાંથી 24 ભાજપના અને 23 કોંગ્રેસના ઉમેદવારો છે. કુલમાંથી 92 ટકા ભાજપ અને 89 ટકા કોંગ્રેસના છે. 2014માં 5 મહિલા કરોડપતિ હતા, હવે 7 છે. મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર એ જે પટેલ સૌથી વધું મિકલતો રૂ.69 કરોડ ધવારે છે. ત્યાર બાદ ભાજપના સી આર – ચંદ્રકાંત પાટિલ રૂ.44 કરોડની મિલકતો ધરાવે છે. મહેસાણાના ભાજપના ઉમેદવાર શારદા પટેલ પાસે પણ રૂ.44 કરોડની સંપત્તિ છે.
- આવકમાં કે વ્યવસાયમાં 26 ટકા ઉમેદવારો ખેતી કરે છે. આમ દર ચૂંટણીમાં ખેડૂત હોય એવા ઉમેદવાર ઘટી રહ્યાં છે. 4 ટકા એવા છે કે જે ખેતી અને ધંધો એમ બન્ને કરતાં હોય. ધંધો કરનારા ઉમેદવારો વધી રહ્યાં છે. 19 ટકા ઉમેદવારો ધંધો કરે છે. 14 ટકા ઉમેદવારો મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન કરે છે. 5 ટકા ઉમેદવારો સામાજિક કાર્યકર હોવાનું જાહેર કરે છે. 8 ટકા નોકરી કરે છે અને 6 ટકા ઉમેદવારો એવા છે કે જે નિયવૃત્ત જીવન જીવે છે.
- સૌથી વધું આવક ધરાવતાં ઉમેદવાર જામનગરના ભાજપના પૂનમ માડમ છે. તેઓ દર વર્ષે રૂ.1 કરોડની આવક મેળવે છે. ધંધામાંથી તેઓ આવક મેળવે છે. બીજા નંબર પર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ બીજા નંબર પર આવક મેળવતાં ઉમેદવાર છે. તેઓ વર્ષે રૂ.53 લાખની આવક મેળવે છે. તેઓ ખેતી, ભાડું, શેર બજારથી આવક મેળવે છે.
- જેમની પાસે કોઈ મિલકત ન હોય એવા એક માત્ર ઉમેદવાર દેવધા સમસુભાઈ ખતરાભાઈ છે. તેઓ ખેતી કરે છે. બી.એ. એલએલ.બી. થયેલા છે.
- કૂલ 32 ઉમેદવાર એવા છે કે જેમણે પાનકાર્ડ નંબર ચૂંટણી પંચને આપ્યો નથી.
- 211 ઉમેદવારો એટલે કે 60 ટકા ઉમેદવારો એવા છે કે તેઓ 5થી 12 ધોરણ ભણેલા છે. જ્યારે 112 ઉમેદવાર એટલે કે 30 ટકા એવા છે કે, જે સ્નાતક કે અનુસ્નાતક થયેલા છે. 7 ઉમેદવારો નિરક્ષર છે. 19 સાક્ષર છે. મધ્ય ગુજરાતમાં સૌથી વધું સ્નાતક 24 ટકા છે. જ્યારે અનુસ્નાતક 15 ટકા છે. દક્ષિણ ગુજરાતમાં 52 ટકા ઉમેદવારો એવા છે કે જે માધ્યમિક શિક્ષણ મેળવેલા છે. આમ દક્ષિણ ગુજરાતમાં અભણ વધું ચાલે છે. ભણેલા નથી ચાલતાં. મધ્યમ ગુજરાતમાં સૌથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના ઉમેદવારો જે 52% થાય છે તેઓ માધ્યમિક ધોરણ સુધી ભણેલા છે. ADRના ગુજરાતના સંયોજક પંક્તિ જોગ દ્વારા વિગતો જાહેર કરવામાં આવી છે.
- ગુનાખોરી
371 ઉમેદવારોમાંથી 58 ઉમેદવારો ગુનાઈત પ્રવૃત્તિ કરતાં ગુના નોંધાયેલા છે. જેમાં સૌથી વધું 59 ટકા અપક્ષ ઉમેદવાર છે. 17 ટકા ઉમેદવારો કોંગ્રેસના છે અને 7 ટકા ભાજપના ઉમેદવારો છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર ગીતા પટેલ સામે 6 કેસ છે. ડો.ચંદ્રબેન બનાસકાંઠાના અપક્ષ ઉમેદવાર છે. જેમણે ગુના આચરેલા છે. 58 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ વાળા છે. તેમાં 2 મહિલાઓ ગુનાઇત રેકોર્ડ ધરાવે છે.
રેડ એલર્ટ
ગુજરાતના લોકસભાની 26 બેઠકમાંથી 12 બેઠક એવી છે કે જે રેડ એલર્ટમાં આવે છે. રેડ એલર્ટ એટલે કે જેમાં 3થી વધું ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતાં હોય. આવો 46 ટકા વિસ્તાર રેડ એલર્ટ છે. તેથી ગુજરાતમાં ગમે ત્યાં કાયદો વ્યવસ્થા તૂટી શકે છે.