હાર્દિક અને જીજ્ઞેશ દેશના નેતા બન્યા, અલ્પેશ ઠાકોર હીરોથી ઝીરો બન્યા

ગુજરાતની યુવાન ત્રિપુટી માટે ફરી એક વખત રાજકીય તુલના કરવી પડે તેવી સ્થિતી ઊભી થઈ છે. જેમાં હાલમાં ઊભી થયેલી રાજકીય અને સામાજિક સ્થિતીમાં જીજ્ઞેશ મેવાળીને પ્રથમ ગુણ મળી શકે તેમ છે. બીજા નંબર પર હાર્દિક પટેલને મૂકી શકાય તેમ છે. જે દેશની 50 બેઠકો પર ભાજપને હરાવવા માટે પ્રચાર કરી રહ્યા છે. ત્રીજા નંબર પર નાપાસ જાહેર થયેલા અલ્પેશ ઠાકોર આવે છે. જે કોંગ્રેસને હરાવવા અને ભાજપને જીતાડવા માટે ગદ્દારી કરીને પોતાનું ગંદુ રાજકારણ રમતો હોવાથી તેમની ઠાકોર સેનાએ તેના ઉપર આરોપ મૂક્યો છે કે, તેણે ભાજપ પાસેથી રૂ.90 કરોડ લીધા છે. આમ અલ્પેશ ઠાકોરનું રાજકીય અસ્તિત્વ હવે અસ્ત તરફ છે.

જીજ્ઞેશ મેવાણી

જીજ્ઞેશ મેવાણીએ પહેલાંથી જ જાહેર કરી દીધું હતું કે તે કચ્છ કે ક્યાંય પણ લોકસભાની ચૂંટણી નહીં લડે. તેઓ અપક્ષ ધારાસભ્ય તરીકે સારી રીતે ફરજ બજાવશે. જોકે તે કચ્છથી ચૂંટણી લડવા માટે આયોજન કરી રહ્યાં હતા. પણ પછી તેણે મક્કમતાથી નિર્ણય લઈ લીધો હતો કે તે લોકસભાની ચૂંટણી લડવાના બદલે ભાજપને ગુજરાત અને દેશમાં હરાવવા માટે કામ કરશે.

તે ભાજપ માટે ગુજરાત અને દેશમાં પડકારરૂપ બન્યા છે. ભાજપને હરાવવા માટે કામ કરી રહ્યો છે. તેનો સીધો મતલબ કે તે કોંગ્રેસને મદદ કરી રહ્યાં છે. તેમણે હમણાં જ જાહેર કર્યું હતું કે,  પાટણ અને બનાસકાંઠા લોકસભા બેઠક કોઈ પણ સંજોગોમાં ભાજપને જીતવા નહીં દે. આમ તેમણે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને સ્પષ્ટ ખૂલો પડકાર આપ્યો છે. તેમણે એવું કહ્યું હતું કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ આ બે જિલ્લામાં જેટલાં રૂપિયા ખર્ચવા હોય તેટલા ખર્ચે પણ જીતશે નહીં. હાર માટે તૈયાર રહે. અમિત શાહની હાર નક્કી છે. કોંગ્રેસની જીત નક્કી છે.

મેવાણી ખુદ માટે રાષ્ટ્રીય પ્રોફાઈલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ગત ત્રણ સપ્તાહથી તેઓ ગુજરાત બહાર છે. તેઓ બિહારના બેગુસરાયમાં ભાકપા ઉમેદવાર કનૈયા કુમાર અને બેગલુરુ લોકસભા સીટથી નિર્દળીય ઉમેદવાર પ્રકાશ રાજ માટે પ્રચાર કરી રહ્યાં છે. પ્રકાશ રાજ અભિનેતામાંથી નેતા બન્યાં છે.

આમ જીજ્ઞેશે ભાજપની મુશ્કેલી વધારી છે. જીજ્ઞેશ મેવાણી દેશની કેટલીક બેઠકો પર પ્રવાસ કરીને ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે. તેણે અલ્પેશ ઠાકોર અંગે એવો અભિપ્રાય આપ્યો છે કે, ભાજપને ફાયદો થાય એવું તે ન કરે.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી તેનો રાજકીય ઉદય થયો છે. તે જામનગર લોકસભા પરથી ચૂંટણી લડવા માંગતા હતા. પણ અદાલત અને ભાજપની ગંદી રાજનીતિના કારણે લડી શક્યા નહીં. જો તે લોકસભાની ચૂંટણી લડતા હોત તો ભાજપ માટે તે બેઠક પુરતી લડાઈ રહેત. પણ ભાજપે મોટું બ્લંડર કરીને તેને ચૂંટણી લડવાથી બાકાત રાખીને પોતાના પગ પર કુહાડો માર્યો છે. હવે હાર્દિક ગુજરાતની 26 બેઠક પર ભાજપને માટે પડકાર ફેંકી રહ્યા છે અને તેથી ભાજપની સ્થિતી ગુજરાતમાં ખરાબ થઈ રહી છે.

માત્ર ગુજરાત જ નહીં પણ દેશની 50 બેઠક પર તેને પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે, તે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયા છે. ભાજપ માટે આ 50 બેઠક પર પડકાર ઊભો કરી રહ્યાં છે. ઉપરાંત ગુજરાતની 26 બેઠક મળીને કૂલ 76 બેઠક પર તે ભાજપ માટે મત તોડવાનું કામ કરી રહ્યાં છે.

કોંગ્રેસમાં હાર્દિક સારી પ્રોફાઈ બનાવી શક્યા છે. તેમને કોંગ્રેસે એક ખાસ હેલીકોપ્ટર આપેલું છે.

અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર હવે હીરો માંથી જીરો બની ગયા છે. તેમણે કોંગ્રેસના નેતાઓને પકડારીને પગ પર કુહાડો માર્યો છે પણ જે જે ડાળી પર બેઠા હતા તે ડાળી પર કરવત ફેરવી છે. તેનું રાજકીય ભવિષ્ય ટૂંકા સ્વાર્થ માટે જોખમમાં મૂકી દીધું છે. તેણે ઠાકોર સેના, ઠાકોર સમાજ, ગુજરાતની જનતા અને કોંગ્રેસનો વિશ્વાસ ગુમાવી દીધો છે. લોકો હવે તેને કોંગ્રેસનો ગદ્દાર કહી રહ્યાં છે. તેણે લોકસભાની 4 બેઠક માટે ટિકિટ માંગી હતી. કોંગ્રેસ તેમના દબાણ હેઠળ આવવા માટે તૈયાર ન હતી. ફરી એક વખત પાટણના ઉમેદવાર જગદીશ ઠાકોર કોંગ્રેસમાં ઠાકોર નેતા તરીકે ઊભરી આવ્યા છે. અલ્પેશ ઠાકોર તેમના સમાજમાં હવે સુન્યથી વધું કંઈ નથી. ખાસ કરીને ઠાકોર સેનાએ જ્યારે તેમના પર રૂ.90 કરોડ ભાજપ પાસેથી લીધા હોવાનો આરોપ મૂકીને એવું જાહેર કર્યું છે કે ઉત્તર ગુજરાતની લોકસભાની 4 બેઠક પર કોંગ્રેસને હરાવવા માટે આ રકમ લીધી છે એવું જાહેર થતાં જ તે હીરોમાંથી ઝીરો બની ગયા છે.