હાર્દિક પટેલ અને પ્રિયંકાને કોણ બદનામ કરી રહ્યું છે

હાર્દિક પટેલ અને પ્રિયંકા ગાંધી અંગે સમાચાર પત્રો અને સોશિયલ મીડિયા પર સૌથી વધારે જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. આ અફવા કોણ ફેલાવે છે તેની પોલીસ તપાસ પણ કરતી નથી. સાયબર ક્રાઈમ વિભાગને પણ આ અંગે કંઈ પડી નથી. શું ભાજપ આ બન્નેથી ડરી ગયા છે તેથી તેમની સામે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે.

હાર્દિક પટેલ સૌથી નાની વયે રાજકારણ આવી રહ્યો છે. તે લોકસભાની ચૂંટણી લડે તો સૌથી મોટું જોખમ કોંગ્રેસને નહીં પણ ભાજપ સામે ઊભું થાય તેમ છે. ગુજરાતમાં ભાજપના તમામ નેતાઓથી વધું જાણીતો છે. તે હવે સારી નામના મેળવી ચૂક્યો છે. જો તેમ જ ચાલું રહે તો ગુજરાતમાં ભાજપને સત્તા ટકાવવા સામે મોટો પ્રશ્ન ઊભો થઈ શકે તેમ છે. તેથી તેની સામે વારંવાર અફવા ફેલાવવમાં આવી રહી છે. તેણે યુવાનો સાથે બરાબરની તાલમેલ કરી લીધી છે. યુવાનોમાં ભાજપ હવે પ્રિય નથી જેટલો હાર્દિક પટેલ છે. પોતાનો એક અલગ ચાહક વર્ગ ઊભો કર્યો છે. એવું કરવામાં ભાજપના એક પણ યુવા નેતા સફળ દેખાતા નથી. તેથી જો હાર્દિકની લોકપ્રિયતા નબળી પડે તો જ સત્તા ટકી શકે તેમ છે. હમણાં જ તેના લગ્નના ખર્ચ અંગે અફલાઓ ફેલાવવામાં આવી હતી. ત્યારે હાર્દિક પટેલે કહ્યું હતું કે મારા લગ્નમાં રૂ.100 કરોડનો ખર્ચ કરવાનો છું જેને અફવા ફેલાવવી હોય તે ભલે ફેલાવે.

હાલમાં જ રાજકારણમાં આવેલાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વિશે પણ ગુજરાતમાં તરેહતરેહની વિડિયો વહેતી મૂકવામાં આવી રહી છે. જેમા એક છે તેમનો દારુ પિધેલો વિડિયો. આ વિડિયો રાજકીય પક્ષના આઈટી વિભાગમાંથી રીતસર વાયરલ કર્યો છે. ખરેખર તો તે રેલી વખતે પોલીસ અને તેમની વચ્ચે ધક્કામૂકી થઈ હતી તેનો વિડિયો છે. પણ તેને દરૂ પિતો વિડિયો દર્શાવીને તેમની લોકપ્રિયતા ઓછા કરવા માટે ગુજરાતમા પ્રયાસ થઈ રહ્યો છે. તેઓ બળાત્કાર પીડિતાઓને ન્યાય મળે તે માટે મૌન કેન્ડલ માર્ચમાં હતા અને ત્યાં તેમને તથા કોંગ્રેસના કાર્યકરોને ઇન્ડિયા ગેટ સુંધી પહોંચવા દેવામાં આવતા ન હતા. તેમજ મહિલા પોલીસ વગર મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા પ્રિયંકા ગાંધી પોલીસ સ્ટાફ તેમજ તેમની સાથે ધક્કામુક્કી કરતા પોલીસ જવાન પર ગુસ્સે થયા હતા. તેમની અટક અંગે પણ અફવા ફેલાવવામાં આવી રહી છે. પ્રિયંકા પોતાને પ્રિયંકા ગાંધી વાડરા ઓળખાવવાનું વધારે પસંદ કરે છે.

હાર્દિક પટેલે અને પ્રિયંકા ગાંધી

હાર્દિક પટેલે કહ્યું હતું કે હું રાહુલ ગાંધીને મારા નેતા નથી માનતો. પરંતુ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં આવવું જોઈએ.