હાર્દિક પટેલ ચૂંટણી ન લડી શકે તેથી 20 ગુના નોંધ્યા

હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહના ગુના સહિત 20 ગુના નોંધી દેતાં અને 27 જેટલી FRI નોંધાયેલી છે. આ કારણે તેને લોકસભા ચૂંટણી લડવાની પરવાનગી ન મળે તે માટે ભાજપની કિન્નાખોર સરકાર પ્રયાસ કરી રહી છે.

હાર્દિક પટેલે સરકાર સામે આક્ષેપો કર્યા છે કે, 28 માર્ચથી ઉમેદવારના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. ત્યારે સરકાર દરેક વખતે આ કેસમાં મુદ્દતો માગી રહી છે. જેના કારણે તે લોકસભાની ચૂંટણી લડી ન શકે.

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જુલાઈ, 2015માં હાર્દિક પટેલે વિસનગરના ભાજપના કાર્યકર્તાઓ સાથે એક રેલી કરી અનામતની માગ સાથે વિસનગર મામલતદારને આવેદન પત્ર પાઠવવ્યું હતુ. આવેદન પત્ર પાઠવ્યા બાદ કેટલાક PAASના કાર્યકર્તાઓએ ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલે 25 જુલાઈના રોજ સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલ, એ. કે. પટેલ અને લાલજી પટેલે બે વર્ષની સામાન્ય સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે હાર્દિક પહેલે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેથી હાઈકોર્ટે હાર્દિકની સજા પર સ્ટે મૂક્યો છે અને હાર્દિક પટેલને દોષી ઠરાવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. જેના કારણે હાર્દિક પટેલે ફરીથી હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે, તેને દોષિત ઠરાવતા ચુકાદા પર સ્ટે હોવાથી તે લોકસભા ઉમેદવાર તરીકે ગેરલાયક ઠરે તેવી પરિસ્થિતિ છે. તેથી તે ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટના આદેશ પર સ્ટે મુકાવો જોઇએ.