હાર્દિક પર હુમલો કરનાર ભાજપના કાર્યકર તરુણ ગજ્જરની મદદે પોલીસ આવી

હાર્દિક પટેલ તમાચો મારવાના મામલે તરુણ ગજ્જરના પિતા મનુભાઈ ગજ્જરે જણાવ્યું છે કે, તરુણ સુરેન્દ્રનગરની સભામાં ગયો તેનો અમને ખ્યાલ નથી. તરૂણ સાથે 15 દિવસથી અમારે કોઈ સંપર્ક નથી, તે છેલ્લા 4 વર્ષથી મારાથી અલગ રહે છે. તે ભાજપ સાથે સંકળાયેલો છે તેવી વાત જાણવા મળી હતી. છેલ્લે તે બહાર જવાનો છું એવું કહીને ઘરેથી નીકળ્યો હતો. ભાજપ ભાજપ કહેતો હતો.  છેલ્લા 5 – 7 વર્ષથી તેની પત્ની સાથે કડીમાં રહે છે. તે ગામમાં જ છૂટક ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

તરુણ ગજ્જરના ઘર ખાતે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.

તરુણ ગજ્જર જાસલપુરમાં ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ છે. ભાજપના હાલના સાંસદ જયશ્રી પટેલ સાથે પણ તેનો વિડિયો વાયરલ થયો છે. આમ તરુણ ગજ્જર નામના વ્યક્તિનુ ભાજપ કનેક્શન પણ સામે આવ્યુ છે. તરુણ ગજ્જર નામના ભાજપના માણસે હાર્દિકને સ્ટેજ પર જઈને અચાનક લાફો મારી દીધો હતો. જો કે જીતુ વાઘાણીએ આ ઘટનાને નાટક ગણાવ્યું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખોટું નિવેદન આપીને જાહેર કર્યું હતું કે તરૂણ ભાજપનો કાર્યકર નથી. ભાજપના અન્ય નેતાઓએ પણ આ બાબતને સ્ટંટ ગણાવ્યું પરંતુ હકીકતમાં આ તરુણ ગજ્જર ભાજપનો જ માણસ નિકળતા ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહીત સમગ્ર ભાજપનું જુઠ્ઠાણું ઉઘાડું પડી ગયું છે.

આ હુમલો કરનાર વ્યક્તિ ના તો પાટીદાર સમાજનો છે, ના તો તેને હાર્દિક જોડે કઈ લેવાદેવા છે, ઉપરાંત ભાજપના નેતાઓ સાથે તેના ફોટા છે, ભાજપની મીટીંગોમાં તેની હાજરી રહી છે, ભાજપનો શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ પણ છે. આમ તે ભાજપનો જ માણસ છે.

ગુજરાતમાં ભાજપ લોકસભાની ચૂંટણીમાં મોટાપાયે હારી રહી છે, સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં ભાજપનો સફાયો થઇ રહ્યો છે ત્યારે ભાજપના લોકો હાંફળા ફાંફળા થઇ ચુક્યા છે અને સૌથી વધુ નિશાને હાર્દિક પટેલેને બનાવી રહ્યા છે. સોશિયલ મિડિયા પર હાર્દિક વિશે અફવાઓ ફેલાવવા અને જેમ તેમ લખવા પરથી હવે અસામાજિક તત્વો હાર્દિક પટેલના સ્ટેજ સુધી પહોંચી ગયા છે.

પોલીસની શંકાસ્પદ ભૂમિકા

તરુણ આરોપી હોવા છતાં સુરેન્દ્રનગર પોલીસે તરુણનો ઈન્ટર્વયું ટીવી ચેનલોને ઓન કેમેરા લેવા દીધો. પોલીસનું નિવેદન તરુણની તરફેણમાં હતું. તરુણ વતી પોલીસ ભાજપની ભાષામાં વાત કરી રહી હતી. તરુણ ભાજપ સાથે જોડાયેલો નથી એવું નિવેદન પોલીસે આપ્યું છે.

તરુણ છેક કડીથી સુરેન્દ્રનગર કેમ આવ્યો તેની તપાસ કરવાના બદલે તેની સરભરા કરવામાં પોલીસ વ્યસ્ત બની ગઈ હતી. તરૂણનું નિવેદન હતું કે 14 લોકોને ભરખી ગયો. તરૂણ પોતે આ જ્ઞાતિ સાથે જોડાયેલો નથી. તે શા માટે 14 લોકો માટે થઈને પોતે આફત વહોરી લે. તેથી તેનું વર્તન શંકાસ્પદ હોવા છતાં તરૂણની નકારાત્મક બાબત પોલીસે જાહેર કરી નથી.

હાર્દિક પટેલને સલામતી આપવામાં સુરેન્દ્રનગર પોલીસ સદંતર નિષ્ફળ ગઈ છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના મામાનું અહીં ગામ છે. તેમની ઈશારે જ અહીં પોલીસ કામ કરે છે. તેથી જાડેજા ક્યારેય પોલીસ સામે પગલાં નહીં ભરે. સલામતીની પહેલી જવાબદારી પોલીસની છે.

હાર્દિકને સલામતી ન આપી શકતી પોલીસે તરુણના ધરે તુરંત પોલીસ બંદોબસ્ત મૂકી દીધો હતો.

છેક કડીના જાસલપુરથી સુરેન્દ્રનગર લોકસભાના બલદાણા સુધી ધક્કો ખાવા બીજું કોઈ નવરું પણ ના હોય ને કોઈને એટલે દુર બેઠા ખબર પણ ના હોય કે ત્યાં હાર્દિક પટેલની સભા હશે. તો હાર્દિક હજુસુધી ધારાસભ્ય કે સાંસદ નથી બન્યો કે કોઈને તેની પાસે જવાબ માંગવાનો હક હોય.

જવાબ તો સત્તાધારી ભાજપ સરકાર જોડેથી લેવાના હોય, હાર્દિકે તો અનામત અપાવવાની વાત કરી હતી અને તેના સમાજ સહીત દેશભરના સવર્ણોને અનામત અપાવી દીધી છે, પછી તેને લોકશાહીમાં હક છે કે તે રાજનીતિમાં જોડાવું હોય તો જોડાઈ શકે છે.

ભાજપ દ્વારા હાર્દિક પટેલને બદનામ કરવા માટે ખોટા આરોપો લગવામાં આવતા રહ્યા છે, ત્યારે આજે તો ભાજપે હદ જ કરી નાખી. હાર્દિક સાથે બનેલી ઘટનાની નિંદા કરવાને બદલે જાણે આવી હિંસાનું સમર્થન કરતાં હોય તેવા બિનલોકશાહી નિવેદનો ભાજપ દ્વારા આપવામાં આવ્યા.

જીતુ વાઘાણી તો એટલે સુધી બોલ્યા કે આવું બધું કરવા એમને બીજા કોઈની જરૂર નથી, એમના કાર્યકરો જ કાફી છે. એટલે આ પ્રકારે હજુ તેઓ હિંસક ઉશ્કેરણી કરતાં હોય અને ધમકી ઉચ્ચારતા હોય તેવું સાબિત કરે છે.

આં તરુણ ગજ્જરની હકીકત તેનું ફેસબુક એકાઉન્ટ તપાસતા ખબર પડી છે, તો આ ઉપરાંત પાટીદારો દ્વારા આ તરુણ નામના યુવક જોડેથી છરી મળી હોવાનો પણ આક્ષેપ મુકવામાં આવી રહ્યો છે.

ત્યારે અન્ય પક્ષના સ્ટાર પ્રચારકોને ભાજપ સરકાર સુરક્ષા આપી નથી રહી તેથી જ આવી ઘટનાઓ બની રહી છે આ ઉપરાંત ભાજપ સામે પડેલા અન્ય પાટીદાર આંદોલનકારી રેશમા પટેલ પર પણ આવા જ સમયે હુમલો થયો હતો ત્યારે ખરેખર આ ઘટનાઓ અંગે જાતજાતની શંકાઓ ઉપજવા લાગી છે.

તરુણ યુાવનીમાં
તરણના પિતા – હા એ ભાજપમાં છે
ભાજપના સાંસદ જયશ્રી પટેલ સાથે તરૂણ ગજ્જર
હોસ્પિટલમાં આરોપી