ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 20 બેઠકો ઓછી થઈ હતી. જો કોંગ્રેસે સારા ઉમેદવારો ઉભા રાખ્યા હોત તો ભાજપની સરકાર બની ન હોત. સૌરાષ્ટ્રમાં ભાજપે 18 બેઠકો ગમાવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સૌરાષ્ટ્રના છે. છતાં ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડો દેખાવ કર્યો હતો. તેમ થતાં તેમણે રાજીનામું આપી દેવું જોઈતું હતું. પણ આપ્યું ન હતું. એતો ઠીક ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તેમનું રાજીનામું માંગી લેવું જોઈતું હતું પણ તેમ થયું નહીં. આંદોલનકારીઓએ અને પ્રજાએ ભાજપને ભોયભૂ કરવામાં કોઈ કસર રાખી ન હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું સંગઠન આ ત્રણેય યુવા નેતાઓની તોલે ઉણો ઉતર્યું એ વાતનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી.
વિધાનસભામાં ભાજપની ખરાબ હાલત થઈ હોવા છતાં પ્રદેશ ભાજપના પ્રમુખ પદે જીતુ વાઘાણીને અનેક વિરોધ વચ્ચે ચાલુ રાખવામાં આવ્યા છે. જીતુ વાઘાણી પર સીધી રીતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહના ચાર હાથ છે. અમીત શાહે બોલેલા એકેય શબ્દને તેઓ જરાય અવગણતા નથી. અમીત શાહના જી હજુરીયા છે. તેથી તેઓને ચાલુ રાખવામાં આવ્યા છે. ભાજપના સંગઠનમાં હાલ ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. પક્ષને સંભાળવામાં જીતુ વાઘાણી નિષ્ફળ રહ્યાં હોવા છતાં તેઓ અમિત શાહને વફાદાર હોવાથી તેમનો વાળ વાંકો થતો નથી. તેથી પક્ષની ટોચની નેતાગીરી આ અંગે ખાનગીમાં અસંતોષ વ્યક્ત કરી રહ્યાં છે.
જીતુ વાઘાણીના કાર્યકાળ દરમિયાન ભાજપનો દેખાવ સતતને સતત નબળો થતો જઈ રહ્યો છે.વિધાનસભા, જિલ્લા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીઓમાં જોવા મળી હતી. જીતુ વાઘાણી પોતાની ભાવનગરની બેઠક બચાવી શક્યા હતા. પણ બીજી બેઠકો પર હાર થઈ હતી. અમરેલી જિલ્લામાં ભાજપને એક પણ બેઠક મળી નહતી. તેમની આસપાસની સીટોમાં કોંગ્રેસે્નો વિજય થયો હતો. તેમ છતાં જીતુ વાઘાણીને પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રખાયા હતા. તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકાયા હતા તેમ છતાં પક્ષ પ્રમુખ સામે કોઈ જ પગલાં લેવાયા ન હતા.
આનંદીબેન પટેલ અને કેશુભાઈ પટેલના મુખ્ય પ્રધાન તરીકેના સમયમાં જિલ્લા પંચાયતો ગુમવી ત્યારે તેમના રાજીનામાં દિલ્હી ભાજપે નરેન્દ્ર મોદીના કહેવાથી રાજીનામાં લઈ લીધા હતા. પણ જીતુ વાઘાણી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજીનામાં લેવામાં આવ્યા નથી. પક્ષના બદલાયેલા વલણ જોઈ શકાય છે. જેનો પક્ષમાં જાહેર વિરોધ કોઈ કરવાની હિંમત બતાવતું નથી.
સંગઠનના કાર્યક્રમોમાં હાજરી આપવાથી લઈ પ્રમુખ તરીકે ઉડીને આંખે વળગે તેવી કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. રથયાત્રા કાઢી તો એ પણ રાષ્ટ્રીય નેતાગીરી દ્વારા નક્કી કરાયેલી માર્ગદર્શિકા પ્રમાણેની હતી.
2014માં ભાજપે 26માંથી 26 બેઠક જીતી હતી. 2019ના પ્રારંભમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં વાઘાણી પ્રદેશ પ્રમુખ તરીકે ચાલું હશે તો ભાજપ લોકસભાની 10 બેઠકો ગુમાવે એવી પૂરી શક્યતા છે. વિધાનસભામાં ગયેલી આબરું છતાં જીતુ વાઘાણીને ચાલુ રખાયા હતા. પણ લોકસભામાં મોટો ફકટો પડી શકે તેવું વાતાવરણ જોવા મળે છે. ભાજપમાં હવે 50 ટકા કોંગ્રેસના સભ્યો આવી ગયા છે. તેથી પક્ષની અંદર ભારે વિરોધ છે પણ જાહેરમાં કોઈ બોલવા તૈયાર નથી.