હિંમતનગરમાં યોજાઈ અનોખી સ્પર્ધા, ઘોડા-ઘોડીની નૃત્ય યોજાઈ સ્પર્ધા

આમ તો અત્યાર સુધી તમે ડાન્સરોની સ્પર્ધા જોઇ હશે કે જે મ્યુઝીક સાથે કેટવોક અને સુંદર શરીરના લટકા ઝટકા કરીને મન મોહી લેતી હશે. પરંતુ સાબરકાંઠામાં અનોખી સ્પર્ધા યોજાઇ હતી. જેમા મ્યુઝીકના તાલે ઘોડા ઘોડી પગના તાલ મીલાવીને અને શરીરના લટકાથી જોનારાઓનું મન મોહી લે છે.
રેમ્પ ઉપર કે સ્ટેજ પર પર્ફોર્મ કરતી મોડેલો અને ડાન્સરોના લટકા ઝટકા જોઇને મન મોહીત થઇ જતું હશે. પણ સાબરકાંઠામાં એક અનોખી સ્પર્ધા યોજાય છે, જેમાં ઘોડી અને ઘોડા પોતાના નૃત્ય વડે જોનારાઓનું મન મોહી લે છે. સાબરકાંઠાના ઇડર તાલુકાના કેશરપુરા ગામે અનોખી સ્પર્ધા યોજાય છે. આ ઘોડા-ઘોડી નૃત્ય કરવામાં માહીર છે અને તેની અદાઓ જોઇને જોનારા પણ દંગ રહી જાય છે. ગુજરાતમાં કચ્છ અને કાઠીયાવાડ ઉપરાંત મહારાષ્ટ્રથી અહીં ઘોડા ઘોડીની નૃત્ય સ્પર્ધામાં ભાગ લેવા આવી પહોંચે છે અને પગના તાલ મ્યુઝીક સાથે મિલાવીને શરીરની લચકથી ઘોડા અને ઘોડી જાણે કે મન મોહી લેતા હોય છે.
આમ તો આ સ્પર્ધાની શરૂઆત ૨૦૦૫ના વર્ષથી સ્થાનિક રશિદ સાલેજીએ કરી હતી. પોતાની પ્રખ્યાત ઘોડી રૂપલના જન્મદિન નિમિત્તે તેઓ ખાસ પ્રકારે ઉજવણી ઘોડા ઘોડીઓની નૃત્ય સ્પર્ધા યોજીને કરે છે. ઘોડીઓના સંગીતના તાલ સાથે નાચ કરે છે તો લોકોનું અભિવાદન કરીને બે પગે ચાલીને અને ઊભા રહીને કરે ત્યારે જાણે કે જોનારાઓ પણ દંગ રહી જતા હોય છે અને જે ઘોડી લાંબો સંમય બે પગે ઊભી રહી ચાલે એ ઘોડીની કિંમત પણ ઉંચી અંકાઇ જતી હોય છે. જો કે લગ્નોમાં પણ ઘોડીના નૃત્ય જોયા હશે પણ અહી સ્પર્ધામાં એકથી એક ચઢીયાતી અને મોંઘી નસલના ઘોડા અને ઘોડીના કરતબે લોકોને જાણે મંત્રમુગ્ધ કરી દીધા હતા