આજનું સોશિયલ મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું છે કે સવારે જેને હીરો બનાવ્યો હોય તેને સાંજ પડતાં, પડતા ઝીરો કરી નાખવામાં આવેછે,આવુજ કંઈક જોવા મળ્યું સોશિયલ મીડિયામાં વાયરલ ભાજપના પરદેશ પ્રમુખ જીતુ વાંધાણીના એક વાયરલ ફોટોને લઈને,ફોટોગ્રાફ સિમ્પલ છે,એક ઓવરલોડ ઓટો રિક્ષામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી તે રિક્ષાને હાંકી રહયાં છે,પણ ફોટોગ્રાફ ને વાયરલ કરીને લોકો દ્વારા કરાતી કોમેન્ટ જોઈને ખરેખર સમજી શકાય કે કોઈ વ્યક્તિની હકીકતે આબરૂ સમાજની દ્રષ્ટિએ કેવી હોય છે…!!
“કોઈના વિશે કોઈનું મન કળવું ખૂબ મુશ્કેલ હોય છે” તેવી વર્ષો જૂની કહેવતો જાણે હવે સોશિયલ મીડિયાના આવ્યા પછી ધીરે ધીરે પોતાની સત્યતા ગુમાવી રહી છે,અને ખરેખર કોઈના વિશે આમ જનતા શું વિચારી રહી છે તેનો “લિટમસ ટેસ્ટ” થઈ જાય છે અને FSL કરતાં પણ ઝડપી તેની સત્યતા નો રિપોર્ટ તુરંત મળી જાય છે…!!
કહેવાય છે કે જીતુ વાઘાણી ની આ ઓટો રીક્ષા દ્રાઈવર વાળી તસ્વીર રાજ્યના ભાવનગર શહેરની હોવાની ચર્ચા હાલ તો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે,પણ આખરે તસ્વીર પાછળની સત્ય હકીકત તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી & કંપની જ જાણતી હશે પણ સોશિયલ મીડિયાને લીધે લાખો,કરોડો લોકો સુધી ફેલાઈ ગયેલી આ તસવીર જાણે ખુદ બોલી રહી છે કે “હું ભાવનગર નો રીક્ષા વાળો”….!!
સોશિયલ મીડિયા ઉપર સરકાર લાલ આંખ કરવાનું કદાચ એટલે વિચારી રહી હશે કારણ કે સોશિયલ મીડિયા જેટલું સ્પષ્ટ અને સત્ય અને હાજર જ્વાબી હાલનું “ગોદી” મીડિયા પણ નથી,મોડિયાના માલિકો અને એડિટરોનો ખરીદવા આસાન છે પણ સોશિયલ મીડિયાના લાખો એડિટર્સ અને જનતા રિપોર્ટર્સને રોકવા કે ખરીદવા અશક્ય છે,અને એટલેજ હવે પોતાનાં પ્રચાર માંટે જન્મ આપેલા સોશિયલ મીડિયા ને કેન્દ્ર અને પ્રદેશની ભાજપ સરકાર દબાવા ઈચ્છે છે જે કરવું,વિચારવું બુમરૅગ થાય તેવી ભીતિ હોવાથી સહન કર્યા સિવાય છૂટકો નથી…!