દેશમાં પ્રતિ હેક્ટર દિઠ 600 ગ્રામ પાક સુરક્ષા આપતાં કેમિકલ વપરાય છે, જ્યારે વિશ્વમાં તે દર પ્રતિ હેક્ટરે 3 કિલોગ્રામ છે. ભાગતમાં રૂ.22,000 કરોડ અને ગુજરાતમાં રૂ.2000 કરોડની જંતુનાશક દવા વપરાય છે. તેમ છતાં દેશમાં ઉત્પન્ન થતા પાકના 20 થી 30 ટકા હિસ્સો રોગ, જીવાત લાગવાના કારણે બગડે છે. 2012-13 ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સે જણાવ્યું હતું કે રૂ. 45000 કરોડના પાકને નૂકશાન થાય છે. ઔદ્યોગીક સંસ્થા એસોચેમના અભ્યાસ પ્રમાણે 2014માં રૂ. 50,000 કરોડના પાકને નૂકશાન થયું હતું.
દેશના ખેડૂતોને 30,000 પ્રકારના નિંદણ, 3000 પ્રકારના નેમાટોડ્સ અને 30,000 જેટલા પાક ખાઇ જતાં જંતુઓ હોય છે. અને તેના સામે તેમણે લડી પાક બચાવી, ખર્ચ કાઢ્યાં પછી નફો રળવાનો છે. જેમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે.
દેશના 20 ટકા જેટલા જ ખેડૂતો અભ્યાસું છે જેમને જંતુનાશક દવાઓએ વિશે સાચી સમજ છે અને તે સાચી માત્રામાં અસલી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. જ્યારે આજે પણ ખેડૂતો જ્ઞાનના અભાવે 25 ટકા નકલી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમને લાભ કરતાં નૂકશાન વધુ થાય છે.
2016માં દેશનું જંતુનાશક દવાનું બજાર રૂપીયા 17522 કરોડનું હતું, વાર્ષિક 7 ટકાના વૃધ્ધિ દર વિકસે 2026માં આ બજાર રૂ.34843 કરોડનું થવાનો અંદાજ છે.
દેશમાં વપરાતા કુલ એગ્રોકેમિકલ્સના વપરાશમાં જંતુનાશક દવાઓનો હિસ્સો 65 ટકા છે, જ્યારે ફૂગનાશકનો 16 ટકા, અને વનસ્પતિનાશકનો હિસ્સો 15 ટકા છે. જે વિશ્વના વપરાશથી બિલકુલ જુદુ જ પ્રકારના ઉપયોગનું પ્રમાણ જોવા મળે છે. જેમ કે વિશ્વમાં પાકને બચાવવા વનસ્પતીનાશકનો ઉપયોગ 44 ટકા છે, તો ફૂગનાશકનો ઉપયોગ 27 ટકા અને જંતુનાશકનો ઉપયોગ 22 ટકા છે.
ભારતમાં બાયોપેસ્ટીસાઇડ્સનો ઉપયોગ
રાસાયણીક જંતુનાશક, ફૂગનાશક અને વનસ્પતીનાશકના વિકલ્પરૂપે બાયોપેસ્ટીસાઇડીનો વિકાસ થઇ રહ્યો છે. આ બાયોપેસ્ટીસાઇડ, વનસ્પતી, ખનીજ, બેક્ટેરીયા અને પશુઓમાંથી બનાવવામાં આવે છે. રાસાયણીક જંતુનાશક કરતાં બાયોપેસ્ટીસાઇડ્સ ઓછા હાનિકારક છે. અને તે વધુ લક્ષવેધી અસરકારક જંતુનાશક સાબિત થઇ રહ્યાં છે. 2009માં વિશ્વમાં તેનું બજાર રૂપીયા 10,000 કરોડનું હતું તે 2014માં 22,000 કરોડને આંબી જશે. કુલ જંતુનાશકના બજારમાં બાયોપેસ્ટીસાઇડ્સનો હિસ્સો 2005માં 2.5 ટકા હતાં તે 2010માં વધી 4.2 ટકા થઇ ગયો છે. ભારતમાં કુલ પેસ્ટીસાઇડ્સના ઉપયોગમાં બાયોપેસ્ટીસાઇડ્સનો 4.2 ટકા છે. જે આવનારા બિજા પાંચ વર્ષ સુધી 10 ટકાના વૃધ્ધિ દરે વધશે. વર્ષ 2016માં રૂપીયા 6300 કરોડના ટેકનિકલ, ઇન્ટરમિડિયેટરી પેસ્ટીસાઇડ્સ આયાત કરે છે. કુલ આયાતનો 50 ટકા હિસ્સો ચિન થી આયાત થાય છે. તો 2016માં રૂપીયા 13904 કરોડની નીકાસ કરી હતી.